ગુજરાતમાં રાજકોટમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેને પગલે થોડી વાર હાઈવે પણ બંધ કરવામાં આવ્યો હતો.
બાટલો ફાટતાં ભભૂકી વિકરાળ આગ
આગના પગલે આસપાસના વિસ્તારમાં ભાગદોડ
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
જસદણમાં આટકોટમાં બસ સ્ટેશન નજીક દુકાનમાં ગેસનો બાટલો ફાટ્યો છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
બાટલો ફાટતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ છે. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. થોડીવાર માટે હાઈવે બંધ કરાયો હતો.
શું હતી ઘટના?
આટકોટમાં બસ સ્ટેશન પાસે સત્યમ હોસ્પિટલ પાસે આવેલ મહોબત ખપે નોનવેજની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. નોનવેજની દુકાનમાં ગેસના 4 બાટલા પડ્યાં હતા. જેમાં અચાનક એક સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી.