કિંમત / લસણની કિંમતોએ બગાડ્યો ભોજનનો સ્વાદ, 300 રૂપિયા કિલો થયો ભાવ

garlic price hike after onion and tomato

મોંઘા લસણે ભોજનનો સ્વાદ પણ બગાડ્યો છે. ડૂંગળી અને ટામેટાની મોંઘવારીથી લોકો પહેલાથી જ હેરાન છે. ત્યારે હવે લસણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દુકાનો પર લસણ 300 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. જોકે લસણના જથ્થાબંધ ભાવમાં ગત બે સપ્તાહમાં કોઇ ખાસ બદલાવ થયો નથી. પરંતુ રિટેલમાં લસણ 250-300 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. જે બે સપ્તાહ પહેલા 150-200 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ