બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:23 PM, 6 October 2024
સેક્સ જીવનબિંદુ છે અને નબળી સેક્સ લાઈફ હોય તો અનેક પરેશાનીઓ આવે છે. બધા ઈચ્છતા હોય છે જીવીએ ત્યાં સુધી સારી સેક્સ લાઈફ રહે આ માટે લોકો 'ઘરની માને મેલીને પારકી માને ધાવવા દોડે છે' એટલે ઘરમાં ઉપાય હાજર હોવા છતાં પણ દવાની દુકાને દોડીને ગોળીઓ લઈ આવે છે અને પછી નકલી રીતે સેક્સની મજા માણે છે પરંતુ આ મજા માટે બહાર જવાની જરુર નથી ઉપાય ઘરમાં જ છે.
ADVERTISEMENT
લસણ એટલે પૌરુષતત્વનો રાજા
લસણ તેના ફાયદા અને સ્વાદ માટે પ્રખ્યાત છે. તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. લસણ અનેક રોગોમાં પણ ફાયદાકારક છે. જો તેને કાચું ખાવામાં આવે તો તેનાથી પણ વધારે ફાયદો થાય છે. ખાસ કરીને પુરુષોએ કાચું લસણ ખાવું જોઈએ. પુરૂષોને તેને કાચું ખાવાથી વિટામિન બી, સી અને એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. લસણ ખાવાથી પુરુષોના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે. તે પુરુષોની સેક્સ લાઈફમાં પણ સુધારો કરે છે. આ લેખમાં જાણીએ કે લસણ પુરુષો માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું?
ADVERTISEMENT
એફ્રોડિસિએક તત્ત્વ સેક્સ હોર્મોન્સ વધારે છે
લસણ નિયમિત રીતે ખાવાથી પુરુષોમાં ઉત્તેજના વધે છે. લસણમાં એફ્રોડિસિએક નામનું તત્વ હોય છે, જે સેક્સ્યુઅલ હેલ્થ સુધારે છે. લસણ પુરુષોના હોર્મોન્સને પણ સંતુલિત કરે છે. લસણ ખાવાથી પુરુષોના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સુધરે છે.
નપુંસકતામાંથી રાહત
ઈરેક્ટાઇલ ડિસફંક્શન એટલે સામાન્ય ભાષામાં નપુંસકતા જેમાં પુરુષ યોગ્ય રીતે શારીરિક સંબંધો બાંધી શકતો નથી અને ઉત્થાન પણ થતું નથી. લસણ ખાવાથી પણ આ સમસ્યા દૂર થશે. લસણ ખાવાથી પુરુષોના પરફોર્મન્સમાં પણ બદલાવ આવે છે.
કેવી રીતે ખાવું લસણ?
ડોક્ટરોના મતે પુરુષોએ દિવસમાં માત્ર 1 કે 2 કાચા લસણની કળીઓ ખાવી જોઈએ અને શાકમાં પણ 4-5 કળીઓ નાખી શકાય છે. પુરુષો જો સવારમાં ખાલી પેટે લસણની 2 કળી ખાય તો તેને ખૂબ લાભ મળે છે.
વધુ વાંચો : સેકસ લાઈફનો આનંદ થશે બમણો! મર્દાના તાકાત માટે અંજીરનું સેવન કરી દો શરૂ, રીત મહત્વની
મર્દાના તાકાત વધારવા લસણ કેવી રીતે ખાવું?
મર્દાના કમજોરી દૂર કરવાનો સૌથી સારો ઉપાય લસણ ખાવાનો છે પરંતુ લસણ ખાવાની રીત પણ સાચી હોવી જોઈએ. લસણની 3 થી 4 કળી લો અને તેમાં અડધો ટુકડો આદુ ઉમેરો. બંનેને પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેને મધ અથવા દૂધમાં મિક્સ કરીને રોજ ખાલી પેટ ખાઓ પછી જુઓ બેડ પર ક્યારેક પાછા નહીં પડે એટલે મર્દાના તાકાત આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.