બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના 27 તાલુકામાં વરસાદી રમઝટ, ભાવનગરના ગારીયાધારમાં સૌથી વધારે 2 ઈંચ ખાબક્યો

વરસાદી માહોલ / ગુજરાતના 27 તાલુકામાં વરસાદી રમઝટ, ભાવનગરના ગારીયાધારમાં સૌથી વધારે 2 ઈંચ ખાબક્યો

Last Updated: 10:29 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગારીયાધારમાં જ્યારે સૌથી ઓછો વરસાદ વાંકાનેરમાં નોંધાવા પામ્યો છે.

સાંજે 6 થી 8 વાગ્યા સુધી બે કલાકમાં રાજ્યનાં 8 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં બે કલાકમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગરનાં ગારીયાધરામાં બે કલાકમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. ગારીયાધાર તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગરનાં વઢવાણમાં અડદા ઈંડથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

બે કલાક માં ભાવનગર ના ગારીયાધાર તાલુકા માં ૧ ઈંચ વરસાદ

સાંજે 4 થી 6 વાગ્યા સુધી બે કલાકમાં રાજ્યનાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં છેલ્લા બે કલાકમાં ભાવનગરનાં ગારીયાધાર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલીનાં લાઠી તાલુકામાં 17 એમએમ, મોરબીનાં વાંકાનેર તાલુકામાં 18 એમએમ, સવાર 6 થી સાંજે 6 વાગ્યા સુધી કુલ 21 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે.

VTV POst

તાપીના વાલોડ તાલુકામાં પડ્યો વરસાદ

તાપીનાં વાલોડ તાલુકમાં વરસાદ પડ્યો હતો. વાલોડથી શાહપોર ગામ તરફ જતા રસ્તામાં વરસાદ પડ્યો હતો. બીજા પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા માર્ગ પર વરસાદી માહોલ છવાયો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી

નવસારીમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. મંકોડિયા, સ્ટેશન રોડ, એસટી ડેપો વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અનેક વિસ્તારોમાં વરસાદ વરસત વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

વધુ વાંચોઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ બે સ્વામીઓ પર કલંક, મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ભારે પવન સાથે વરસ્યો વરસાદ

ભાવનગરનાં અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેસર તાલુકાનાં કોબાડીયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી માલણ નદીમાં નવા નીર આવ્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Rains in Gujarat Meteorological Department rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ