બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'PSI સી.પી.ચૌધરીએ ભાજપના એજન્ટ બની...' ગેનીબેન ઠાકોરનો આક્ષેપ, યમલ વ્યાસનો વળતો પ્રહાર
Last Updated: 07:26 PM, 12 July 2024
બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને ભાજપની એજન્ટ ગણાવી છે. થરાદના દુધવા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરે PSI સી.પી.ચૌધરી સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT
PSI સી.પી.ચૌધરી સામે સાંસદ ગેનીબેનનો આક્ષેપ
ગેનીબેને PSI સી.પી.ચૌધરી સામે ભાજપના એજન્ટ બની ચૂંટણીમાં કામગીરી કરવાનો આક્ષેપ કર્યો. PSIને રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપી પ્રજાની સેવા કરવા ચેલેન્જ કરી. સત્તાનું સમીકરણ બદલાય ત્યારે આવા અધિકારીઓને સાતેય દિશાના વાયરા વાય તેમ કહી પ્રજાના પૈસે નોકરી કરતા અધિકારીઓને શાનમાં સમજી લેવા ટકોર કરી.
ADVERTISEMENT
ગેનીબેનના આરોપ સામે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યુ કે લોકસભા ચૂંટણી પૂર્ણ થયાને બે મહિના બાદ પાયાવિહોણા આક્ષેપ કર્યા. કોંગ્રેસના નેતાઓ મીડિયામાં છવાયેલા રહેવા આવા પ્રકારના નિવેદનો કરે છે.
.ભાજપે ચૂંટણી સમયે મની, મસલ પાવર અને મશીનરીનો ઉપયોગ કર્યો હતો
ગેનીબેન ઠાકોરના આક્ષેપ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપે પોલીસ વિભાગનો ચૂંટણી સમયે દુરુપયોગ કર્યો હતો. .ભાજપે ચૂંટણી સમયે મની, મસલ પાવર અને મશીનરીનો ઉપયોગ કર્યો હતો.જો કોઈ પણ અધિકારીને ભાજપ પ્રત્યે પ્રેમ આવ્યો હોય તો ફરજ પરથી મુક્ત થાય. સરકારી તિજોરીમાંથી પગાર લેવાને બદલે કમલમમાં જઈને ખેસ પહેરી લે.પ્રમોશન લેવા માટે સરકારને વ્હાલા થવા ભાજપનું કામ કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે…સરકારી અધિકારીઓએ ભાજપના ઇશારે કામ કર્યું એટલે ગુજરાત અને ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે..સરકારી અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરે છે જેના કારણે ગુજરાતમાં અનેક મોટી દુર્ઘટનાઓ થઈ છે.
બનાસકાંઠાની બેઠક જીત્યા બાદ ભાજપ માનસિક સંતુલન ગુમાવી બેઠું છે
ભાજપના આક્ષેપ અંગે ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાની બેઠક જીત્યા બાદ ભાજપ માનસિક સંતુલન ગુમાવી બેઠી છે.જનતાએ ગુજરાતમાં ભાજપનો અહંકાર તોડીને લપડાક આપી છે.જનતાના આશીર્વાદથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે…જનતાએ મત આપ્યા છે તો પ્રજાની સેવાનું કામ ભાજપ સરકારે કરવું જોઈએ.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.