બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 07:55 PM, 12 February 2020
ADVERTISEMENT
બન્ને વચ્ચે જમીનની અદાવત મામલે ટકરાવ થયો હતો. જેમાં સામ સામે હુમલો થતા બન્નેનું મોત નિપજ્યું છે. આપને જણાવી દઈએ કે, સૂર્યા મરાઠી અગાઉ હીરાના કારખાનામાં નોકરી કરતો હતો.
ADVERTISEMENT
ફાયરિંગના ગુનામાં પણ સૂર્યાની હતી સંડોવણી
ઉલ્લેખનીય છે કે, તે હીરાનો સારો કારીગર ગણાતો હતો પરંતુ બે-ત્રણ વખત ઘર નજીક થયેલી મારામારી બાદ તે ગુનાખોરીની દુનિયામાં આવ્યો હતો અને પોતાની ગેંગ બનાવી હતી. ચોક બજાર, ખટોદરા સહિતના વિસ્તારમાં મારા મારી અને ફાયરિંગના ગુનામાં પણ સૂર્યાની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
કોણ છે સુર્યા મરાઠી?
કુખ્યાત બની ગયેલો સૂર્યા મરાઠી જમીન દલાલીની સાથે જ જમીનોના પ્રકરણમાં ધાકધમકીના જોરે પોતાની એક ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. અંખડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટી પાસે રહેતો આ શખ્સ પર થોડા સમય પહેલા પલિયા બારૈયા નામના ગેંગસ્ટરે ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં સૂર્યાનો ચામત્કારીક બચાવ થયો હતો. તેના ઘર પાસે તહેવારો દરમિયાન મારામારી કર્યા બાદ સૂર્યો લાઇમ લાઇટમાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.