સુરતમાં અસામાજિક તત્વોના ત્રાસમાં વધારો થયો છે. સુરતમાં એક દિવસમાં 3 જગ્યાએ વિવિધ ગુનાઓ નોંધાયા છે.
સુરતમાં અસમાજિક તત્વોના ત્રાસમાં વધારો
સુરતમાં એક જ દિવસમાં 3 જગ્યાએ નોંધાયા વિવિધ ગુનાઓ
સુરત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
સુરતમાં અસમાજિક તત્વોના ત્રાસમાં વધારો
જેમાં પ્રથમ ગુનો પાંડેસરા વિસ્તારમાં થયો છે. બીજો ગુનો ગોદાડરા અને ત્રીજી ગુનો કીમ શામેલ છે. પ્રથમ ગુનામાં પાંડેસરામાં બંટી નામના શખ્સો વીડિયો સામે આવ્યો છે.જેમાં આરોપી છરીથી સ્થાનિકોને ડરાવી ધમકાવી રહ્યો છે. જેમાં બંટી લોકોને ચપ્પુ બતાવીને પોતાની ધાક જમવવાનો પ્રયાસ કર્ય હતો. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
લોકોમાં સુરત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
બીજા અન્ય એક બનાવમાં સુરત શહેરના ગોદાડરા વિસ્તારમાં કૈલાશ નગરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ લાકડી વડે સ્થાનિકો પર રોફ જમાવી રહ્યો છે. આ સમગ્ર મામલો એક સીસીટીવી કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ શખ્સે કૈલાશ નગર સોસાયટીમાં પાર્ક કરેલા વાહનનોની પણ તોડફોડ કરી હતી.આમ પોલીસ સૂરત શહેરમાં કાયદાનું પાલન કરવવામાં સરેઆમ નિષ્ફળ નિવડી હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે ત્રીજા બનાવામાં કીમ પોલીસની હદમાં બન્યો છે. જેમાં એક ચડ્ડી ગેંગ ફરી એક્ટિવ થઇ છે. આ વખતે આ ચડ્ડી ગેંગે ચિરાગ સ્કૂલની ઓફિસમાં ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આમ એક દિવસમાં શહેરના 3 સ્થળોએ અમાજિક તત્વો એક્ટિવ થતાં સુરત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
સુરત પોલીસ સામે સળગતા સવાલો
-સુરતમાં અસામાજિક તત્વોને કોનું પીઠબળ છે?
-શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક!
-સુરત પોલીસના હાથ કોણે બાંધ્યા છે?
-અસામાજિક તત્વોને આતંક મચાવતા કોણ અટકાવશે?
-સુરતના લોકોની પરેશાની કોણ સમજશે?
-કેમ અસામાજિક તત્વો ખુલ્લેઆમ મચાવી રહ્યાં છે આતંક?
-વેપારી અને સ્થાનિકોને કેમ થઇ પરેશાન કરવામાં આવે છે?
-શું સુરતમાં કોઇ ગેંગ સક્રિય થઇ છે?
-અસામાજિક તત્વોને કોઇ મોટી ગેંગનું પીઠબળ મળ્યું છે?
-સુરતને ક્રાઇમ સિટી બનતી કોણ અટકાવશે?
-શું સુરત પોલીસ નિષ્ક્રિય છે?