બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ટોપ 5 ટાર્ગેટ, સલમાન સહિત આ નામો ગેંગની હિટ લિસ્ટમાં, આતંકનો અંત ક્યારે?

મહારાષ્ટ્ર / ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ટોપ 5 ટાર્ગેટ, સલમાન સહિત આ નામો ગેંગની હિટ લિસ્ટમાં, આતંકનો અંત ક્યારે?

Last Updated: 04:41 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને મોટા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને મોટા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની પૂછપરછ દરમિયાન લોરેન્સે પોતાના 5 ટાર્ગેટ વિશે ખુલાસો કર્યો હતો. NIAએ લોરેન્સ બિશ્નોઈ ગેંગની તુલના દાઉદ ઈબ્રાહિમની 'ડી કંપની' સાથે કરી છે. કેન્દ્રીય એજન્સીનું કહેવું છે કે મહારાષ્ટ્રના મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ ગઈ છે. જો કે લોરેન્સ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, પરંતુ તેની સૂચનાથી ગુનેગારો સતત ગુનાઓને અંજામ આપી રહ્યા છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ઘણા મામલામાં લોરેન્સ બિશ્નોઈ પર તેની પકડ મજબૂત કરી રહી છે. તાજેતરમાં જ NIAની પૂછપરછ દરમિયાન લોરેન્સે પોતાના 5 ટાર્ગેટ વિશે ખુલાસો કર્યો હતો. આમાં પહેલા નંબર પર બોલિવૂડ એક્ટર સલમાન ખાનનું નામ હતું.

Salman-Khan

ટાર્ગેટ નંબર-1: સલમાન ખાન

લોરેન્સ બિશ્નોઈએ NIA સમક્ષ કબૂલાત કરી હતી કે તે સલમાન ખાનને મારવા માંગતો હતો. તેની પાછળનું કારણ પણ આપવામાં આવ્યું હતું. લોરેન્સે કહ્યું કે તે કાળા હરણના શિકાર મુદ્દે સલમાનથી નારાજ છે. લોરેન્સે પણ NIA સહિતની તમામ એજન્સીઓની સામે જે કહ્યું તે કર્યું. સલમાન પર હુમલો કરવા માટે બે વખત રેકી કરવામાં આવી હતી અને ત્રીજી વખત ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈના જણાવ્યા અનુસાર 1998માં સલમાન ખાને જોધપુરમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમુદાય કાળા હરણની પૂજા કરે છે અને તેથી જ તેઓ સલમાન ખાનને મારવા માંગે છે. આ માટે લોરેન્સે તેના સૌથી નજીકના મિત્ર સંપત નેહરાને પણ સલમાનની રેકી માટે મુંબઈ મોકલ્યો હતો. પરંતુ હરિયાણા એસટીએફ દ્વારા સંપતની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના કેટલાક ગેંગસ્ટરોએ બિશ્નોઈને ખુલાસો કર્યો હતો કે તેઓ સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મોકલવાના હતા અને સલમાનને પણ ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.

baba-siddiqui

ટાર્ગેટ નંબર 2: સગુનપ્રીત સિંહ

લોરેન્સના ટારગેટ પર પંજાબી ગાયક સિન્ધુ મુસાવાલાના મેનેજર સગુનપ્રિતસિંહ છે, સગુનએ લોરેન્સ બિશ્નોઇના નજીકના વિકી મિદુખેડાના શૂટર્સને આશ્રય આપ્યો હતો. મોહાલીમાં મિદુખેડાની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગ વિદ્યાર્થી રાજકારણના સમયથી વિકી મિદુખેડાને પોતાનો ભાઈ માનતા હતા. વર્ષ 2021માં તેની હત્યા કરવામાં આવી હતી.

ટાર્ગેટ નંબર-3: ગેંગસ્ટર મનદીપ ધાલીવાલ

ગેંગસ્ટર મનદીપ ધાલીવાલ લોરેન્સની હિટ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ધાલીવાલ બંબીહા ગેંગના લીડર લકી પટિયાલની ખૂબ નજીક માનવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈએ NIAને કહ્યું હતું કે તે મનદીપને મારવા માંગતો હતો કારણ કે તેણે વિકી મિદુખેડાના હત્યારાઓને આશ્રય આપવામાં પણ મદદ કરી હતી. તેણે પોતાની ગેંગનું નામ 'ઠગ લાઈફ' રાખ્યું છે. મનદીપએ લકી પટિયાલનો બિઝનેસ સંભાળે છે.

આ પણ વાંચોઃ પહેલા મૂસેવાલા, પછી ગોગામેડી અને હવે બાબા સિદ્દીકી, કંઇક આવી છે સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઇ ગેંગની ક્રાઇમ કુંડળી

ટાર્ગેટ નંબર 4: ગેંગસ્ટર કૌશલ ચૌધરી

કૌશલ ચૌધરી હાલ ગુરુગ્રામ જેલમાં બંધ છે. તે લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગનો કટ્ટર દુશ્મન છે. બિશ્નોઈ કોઈપણ ભોગે તેને મારી નાખવા માંગે છે. લોરેન્સની કબૂલાત મુજબ, કૌશલ ચૌધરીએ વિકી મિદુખેડા, ભોલુ શૂટર, અનિલ લઠ અને સની લેફ્ટીના હત્યારાઓને હથિયારો પૂરા પાડ્યા હતા. કૌશલ ચૌધરી ખૂબ જ કુખ્યાત ગેંગસ્ટર માનવામાં આવે છે.

લક્ષ્યાંક નંબર – 5. અમિત ડાગર

અમિત ડાગર બંબીહા ગેંગનો વડો છે. આ લોરેન્સ બિશ્નોઈની હરીફ ગેંગ છે. તેણે જ વિકીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. લોરેન્સે NIAને કહ્યું હતું કે લકી પટિયાલ ગેંગ મારી દુશ્મન છે. લકીની સૂચના પર જ મારા નજીકના મિત્ર અને ગોલ્ડીના ભાઈ ગુરલાલ બ્રારની હત્યા કરવામાં આવી હતી. તે બંબીહા ગેંગ હતી જેણે વિકી મિદુખેડાના શૂટર્સ અને રેસીઓને છુપાવવામાં મદદ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

baba siddiqui murder Salman khan Gangster Lawrence Bishnoi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ