Gangrape Case in Vadodara, a worker of Valsad railway station made the revelation
ઘટસ્ફોટ /
વલસાડ રેલવે સ્ટેશન પર યુવતીને સફાઇ કામદારે કહ્યું હતું, 'અહીંથી ટ્રેન આગળ નહીં જાય', અડધો કલાક બાદ...'
Team VTV04:20 PM, 28 Nov 21
| Updated: 04:21 PM, 28 Nov 21
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપનો ભોગ બનેલી નવસારીની યુવતીના કેસમાં અનેક નવા વળાંકો આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં યુવતીનો ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે હવે સફાઇ કામદારે મોટો ઘટસ્ફોટ કર્યો છે
વડોદરામાં 'પ્રેરણા' સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો
રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કામદારે કર્યો ઘટસ્ફોટ
ટ્રેન વલસાડ પહોંચી ત્યાં સુધી 'પ્રેરણા' જીવિત હતી
વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડમાં 'પ્રેરણા' સાથે દુષ્કર્મ મામલે નવો ઘટસ્ફોટ થયો છે.વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કામદારે ઘટસ્ફોટ કર્યો છે.ટ્રેન વલસાડ પહોંચી ત્યાં સુધી 'પ્રેરણા' જીવિત હતી.સફાઇ કામદારે કહ્યું કે તે જ્યારે તે ટ્રેનની સફાઇ કરવા ગયો ત્યારે 'પ્રેરણા' ટ્રેનમાં રડી રહી હતી.મેં પૂછ્યું હતું કે બેન ક્યાં જવાનું છે પણ કોઇ જવાબ આપ્યો નહતો. મેં કહ્યું હતું કે, વલસાડ રેલવે સ્ટેશન આવી ગયું છે.અહીંથી ટ્રેન આગળ નહીં જાય.તેમ જણાવી ઉતરી જવાનું કહીને આગળ સફાઇ કરવા ગયો હતો.જેના અડધો કલાક બાદ કામદારોએ 'પ્રેરણા'ને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.
રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કામદારે કર્યો ઘટસ્ફોટ
અહીં મહત્વનું છે કે 'પ્રેરણા'નો જે કોચમાંથી મૃતદેહ મળ્યો તે કોચમાંથી 8 જેટલા યાત્રીઓ પણ ઉતર્યા હતા.પ્રેરણા આપઘાત કેસ દિવસે દિવસે અનેક નવા વળાંકો લઈ રહ્યો છે તેમ છતા હજુ સુધી પોલીસને કોઈ મહત્વની કળી હાથ લાગી નથી ત્યારે આજે રેલવેમાં સફાઈ કરતા કામદારનું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે રેલવે કોચમાં યુવતીને રડતી હતી તો અંતિમ સ્ટેશ હોવા છતા સફાઈ કામદારે રેલવે પોલીસને જાણ કેમ ન કરી? સારા કપડામાં બેસેલી યુવતી કોચમાં રડતી હોય તો તે કયા એંગલથી કામદારને પાગલ લાગી? તે પણ એક સવાલ છે.
ટ્રેન વલસાડ પહોંચી ત્યાં સુધી 'પ્રેરણા' જીવિત હતી
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપનો ભોગ બનેલી નવસારીની યુવતીના કેસમાં અનેક નવા વળાંકો આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં યુવતીનો ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે હવે સફાઇ કામદારે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તે સફાઇ કરવા ગયો ત્યારે યુવતી ટ્રેનના કોચમાં રડી રહી હતી. સફાઈ કામદાર અન્ય કામમાં વ્યસ્ત થયો હતો. બીજા કોચમાં સફાઈ કરવા લાગ્યો હતો. જ્યારે અડધા કલાક બાદ ટ્રેનના ટોયલેટ સાફ કરતા કામદારોએ ટ્રેનના કોચમાં યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.
યુવતીની માતાનું નિવેદન સામે આવ્યું
મહત્વનું છે કે વડોદરામાં 'પ્રેરણા' સાથે સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસને હાથ કાંઈ લાગ્યુ નથી. ઘટનાના 25 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 'પ્રેરણા'ની હત્યા થઈ હોવાના એંગલ પર નક્કર તપાસ થઇ રહી નથી. તેવામાં દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી 'પ્રેરણા'નો મૃતદેહ મળ્યો તેનો વીડિયો સામે આવ્યો હતો. 'પ્રેરણા'ના વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વીડિયો સામે આવ્યા બાદ યુવતીની માતાનું નિવેદન સામે આવ્યું છે.
અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ : માતા
દુષ્કર્મ પીડિતાનો કથિત આપઘાત બાદનો વીડિયો વાયરલ થયા બાદ યુવતીની માતાએ કહ્યું કે, કોઈ નાનો છોકરો પણ જોઈ કહી દેશે કે આ આપઘાત નથી. હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ, મારી દીકરી જીવન જીવવાની કલાના પુસ્તકો વાંચતી હતી, મારી દીકરી કદી આપઘાત ન કરી શકે, મારી દીકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવી હોવાનું યુવતીની માતાએ નિવેદન આપ્યું હતું, વલસાડ પોલીસ માત્ર આપઘાતની દિશામાં તપાસ કરી રહી છે સમગ્ર કેસમાં હજુ પણ પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી ત્યારે હવે આજે વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કામદારે ઘટસ્ફોટ કર્યો છે..