હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું ખુબ જ મહત્વ રહેલું છે. આ દિવસે લોકો પવિત્ર ગંગામાં સ્નાન કરી માતા ગંગાની વિધિ વિધાનથી પૂજા કરે છે અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા ગંગા ધરતી પર અવતર્યા હતા. તેથી આ દિવસને ગંગા દશેરાના સ્વરૂપે ઉજવવામાં આવે છે.
ગંગામાં સ્ના કરી પૂજન અર્ચન કરીને લોકો પોતાની યથા શક્તિ ગરીબોને દાન કરે છે અને માતા ગંગાનો મહિમા ગાય છે. અહીં જાણીએ ક્યારે છે ગંગા દશેરા અને શું છે આ દિવસે સ્નાન અને દાન-પૂણ્યનું મહત્વ.
ક્યારે છે ગંગા દશેરા
આ વર્ષે ગંગા દશેરા 12 જૂને બુધવારે છે. હિન્દુ ધર્મમાં ગંગા દશેરાને એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ગંગા દશેરા જ્યેષ્ઠ માસની દશમી તિથિના રોજ મનાવવામાં આવે છે.
ગંગા દશેરા પર સ્નાનનું મહત્વ
ગંગા દશેરાનો દિવસ ખુબજ વિશેષ ગણવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો પણ ઘણું મહત્વ રહેલું છે. માનવામાં આવે છે કે ગંગા દશેરાના દિવસે પવિત્ર ગંગામાં ડુબકી લગાવવા માત્ર થી જ માનવીના તમામ પાપ ધોવાઇ જાય છે. જો ગંગા દશેરાના દિવસે જો આપ કોઇ કારણસર ગંગા નદીમાં સ્નાન ન કરી શકતા હોય તો પાણીમાં ગંગા જળ મિલાવી સ્નાન કરવું જોઇએ.
ગંગા દશેરાના દિવસે દાનનું મહત્વ
ગંગા દશેરાના દિવસે માતા ગંગાનું વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને દાન આપવું જોઇએ. આજના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળદાયી હોય છે. આપની ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આપને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ દિવસે આપ પૈસા ઉપરાંત અનાજ, ફળ અને ખાવા-પીવાની વસ્તુઓ અને આભૂષણ ગરીબોને દાન કરી શકે છે. દાન પૂણ્ય કરવાથી આપનું મનુષ્ય જીવન સાકાર થાય છે.