બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gang who stole from truck on Limbadi highway arrested

ધરપકડ / લીંબડી હાઇવે પર ચાલુ ટ્રકમાંથી i-Phone સહિત એક કરોડનો ઈલેક્ટ્રોનિક સમાન ઉઠાવી ગઈ ગેંગ, MPમાંથી 6 ઝડપાયા

Malay

Last Updated: 01:12 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબડી-બગોદરા હાઈવે પરથી ચાલુ ટ્રેકમાંથી 1 કરોડથી વધુની ઈલેક્ટ્રોનિક વસ્તુની ચોરી કરનારી ગેંગના 6 સાગરીતોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, તમામની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે.

 

  • લીંબડી હાઈવે પર ટ્રકમાંથી ચોરી કરનારી ગેંગની ધરપકડ 
  • 1 કરોડથી વધુની ઈલેક્ટ્રોનિક વસ્તુની ચોરી કરનારી ગેંગની ધરપકડ 
  • મધ્યપ્રદેશની ગેંગે ચાલુ ટ્રકમાંથી કરી હતી ચોરી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે આખરે 1 કરોડથી વધુના ટેબલેટ, મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળ સહિત ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ચોરીમાં સંડોવાયેલી મધ્યપ્રદેશની કંજર ગેંગના 6 સાગરીતોને ઇન્દોરથી દબોચી લીધા છે. જ્યારે અન્ય 5 આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

6 જાન્યુઆરી લીંબડી હાઈવે પર થઈ હતી ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, લીંબડી-બગોદરા હાઈવે પર ગત 06 જાન્યુઆરીએ રાતના સમયે અજાણ્યા શખ્સોએ એક ટ્રકનો પીછો કરીને ચાલુ ટ્રકમાંથી ખાનગી કંપનીનો સામાન હેડફોન, પાવર બેંક, લેપટોપ, અલગ અલગ મોડલના મોબાઈલ, પ્રિન્ટીંગ રોલ, ઘડિયાળ, ટેબ્લેટ વગેરે ચીજવસ્તુ મળીને કુલ રૂ. 1,07,17,133ના મુદ્દામાલની સનસનીખેજ ચોરી કરી હતી. જે અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

તપાસમાં કંજર ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું
ચાલતી ટ્રકમાંથી કરોડોના સામાનની ચોરી થતાં જિલ્લા પોલીસમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે લીંબડી-અમદાવાદ હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ સહિતના સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ પણ લીધી હતી. જેમાં મધ્યપ્રદેશની કંજર ગેંગે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની ટીમે મધ્યપ્રદેશમાં નાખ્યા હતા ધામા
જે બાદ DSP હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી LCB પી.આઈ વી.વી.ત્રીવેદી, SOG પી.આઈ એસ.એમ. જાડેજા, લીંબડી પીએસઆઈ એન.એચ. કુરેશી સહિતની પોલીસ ટીમોએ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ટીમે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા હતા. પોલીસની ટીમે ઈન્દોરના આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. જયા પોલીસે ખાનગી રાહે તપાસ કરીને પહેલા ચોરીનો માલ ખરીદનારાઓને પકડી લીધા હતા. 

6 શખ્સોને દબોચી લીધા
બાદમાં પોલીસે કંજર ગેંગના સંતોષ લોચન સીગ ભોલિયા સિસોદિયા, પીન્ટુ ઓમપ્રકાશ ધન્નાલાલ રાઠોડ, અન્સારખાન હયાતખાન પઠાણ, વકીલ અહમદ નશીર, અહમદ કરીમબક્ષ, મોહમ્મદ સાજીદ મોહમ્મદ રઈશ અન્સારી અને જાવેદઅલી મકસુદઅલી સૈયદ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.

5 આરોપીઓની શોધખોળ ચાલું
જ્યારે પોલીસ આ 5 આરોપીઓ મનીષ ઉર્ફે કાળું મનોહર વીરભારતી કંજર, સંજય ઉર્ફે સંજુ કાંઝર, બેટી ઉર્ફે અરવીદ ઝાઝા, સંદીપ ઝાઝા અને ઓમપ્રકાશ કાલુરામ મહેશ્વરી ફરાર છે તેની શોધખોળ પણ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Limbadi highway Limbdi arrested gang surendranagar લીંબડી પોલીસ લીંબડી હાઇવે સુરેન્દ્રનગર પોલીસ surendranagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ