Team VTV08:49 AM, 29 Nov 19
| Updated: 08:54 AM, 29 Nov 19
ગુજરાતમાં મહિલાઓ સલામતની બાંગ પોકારવમાં આવે છે ત્યારે વડોદરામાં એક હૃદય દ્વાવક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના નવલખી મેદાનમાં એક સગીરા સાથે સામૂહિક બળાત્કારની દુર્ઘટના ઘટી છે. આ મામલે પોલીસ સહિત તમામ તંત્ર દોડતુ થઈ ગયુ છે.
વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
ગત મોડી રાત્રે 3 શખ્સોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
નવલખી મેદાન અનૈતિક પ્રવૃતિઓનું ઠેકાણું બન્યું
વડોદરાનું નવલખી મેદાન જાણે અનૈતિક પ્રવૃત્તિઓનું ઠેકાણું બની ગયુ હોય એમ છાશવારે અહિં ન ઘટવાની ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સતત સબ સલામતના દાવા સાવ પોકળ સાબિત થતો કિસ્સો સામે આવતા આખુ તંત્ર દોડતુ થઈ ગયુ છે.
નવલખી મેદાન અનૈતિક પ્રવૃતિઓનું ઠેકાણું બન્યું
ગત મોડી રાત્રે 3 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આ ગેંગ રેપને પગલે સમગ્ર પંથકમાં હોહા મચી ગઈ હતી.
પોલીસ ફરિયાદને પગલે તંત્ર સફાળુ જાગ્યુ
રાવપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. સગીરાને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી. હાલ તો આરોપીઓ ફરાર છે પરંતુ પોલીસ ઉપર પ્રેશરને કારણે આરોપી જલદી જ ઝડપાઈ જશે.