બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Ganesha Yantra at home it will save you from every crisis and bring success

આસ્થા / ઘરમાં કરો ગણેશ યંત્રની સ્થાપના, દરેક સંકંટથી બચાવવાની સાથે સફળતા અપાવશે વિઘ્નહર્તા

Arohi

Last Updated: 02:53 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Yantra: જીવનમાં આવનાર સંકંટ અને વિઘ્નથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ગણેશજીની પૂજાનું મહત્વ જણાવ્યું છે. લાઈફમાં આવનાર નાના નાના વિઘ્ન દૂર કરવા માટે ગણેશ યંત્રની સ્થાપના કરી પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. જાણો તેના લાભ વિશે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં ગણેશજીની પૂજાનું મહત્વ 
  • લાઈફમાં વિઘ્ન દૂર કરવા કરો ગણેશ યંત્રની સ્થાપના 
  • દરેક સંકંટમાંથી નિકળી જશો બહાર 

હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જો ગણેશજીની પૂજાની સાથે કરવામાં આવે તો વ્યક્તિને તે કામમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ દરેક કાર્ય નિર્વિઘ્ન પુરૂ થઈ જાય છે. 

શાસ્ત્રો અનુસાર જો તમે કોઈ નાના પૂજા કરાવવા માંગો છો તો તેના પહેલા ગણેશજીની પૂજા જરૂરી છે. ગણેશજીના નામથી વ્યક્તિના દરેક વિઘ્ન દૂર થઈ જાય છે. 

શુભ ફળ માટે કરો ગણેશજીની પૂજા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા ઘર, વ્યાપાર અથવા ઓફિસના ઉદ્ધાટન વગેરેને વગર કોઈ વિઘ્નએ પુરૂ કરવા અને શુભ ફળ મેળવવા માટે ગણેશજીની પૂજા જરૂરી છે. 

પરંતુ જીવનમાં આવનાર નાનામાં નાના વિઘ્નોને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે. જે ગણેશ યંત્ર દ્વારા કરવામાં આવે છે. આવો જાણીએ તે સમયે કરવામાં આવતા એ કામો વિશે. 

ગણેશ યંત્રના ચમત્કારી લાભ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ ખાસ જગ્યાથી ગણેશ યંત્રને લાવો અને નિયમિત રીતે તેનું પૂજન કરો. પૂજાના સમયે સંકટનાશક ગણેશ સ્ત્રોતના પાઠ કરો. આ ઉપાયને કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 

ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ યંત્રની સામે ગાયના ઘીથી મિશ્રિત અન્નની આહુતીઓ આપવાથી વ્યક્તિના જીવનમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. કહેવાય છે કે જો દરરોજ એક હજાર આહુતિ આપવામાં આવે તો વ્યક્તિ 15 દિવસમાં ધનવાન બની જાય છે. 

ગણેશ યંત્રના સામે આસન લગાવીને બેસવામાં આવે અને મૂળ મંત્ર ऊँ गं गणपतयै नमःની ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ કરો. તેનાથી તમારા જીવનમાં આવનાર દરેક સંકંટ અને વિધ્ન આવતા પહેલા જ પોતાનો રસ્તો બદલી દેશે. 

કહેવાય છે કે ગણપતિ યંત્ર ખૂબ જ ચમત્કારી છે. વ્યક્તિના દરેક કાર્યોને પૂરા કરવામાં આ યંત્ર પ્રભાવશાળી છે. આ યંત્રની સાધના કરવાથી વ્યક્તિને ભગવાન ગણેશની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. 

આ રીતે કરો ગણેશ યંત્રની સ્થાપતા 
જ્યોતિષ અનુસાર ગણેશ યંત્રને શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે શુભ મુહૂર્તમાં સ્થાપિત કરવું જોઈએ. કહેવાય છે કે આ યંત્રને ફ્રેમ ન કરાવવું. તેની સાથે જ કુંભારના ચાકડાથી બનેલી ગણેશજીની પ્રતિમાને જે તેજ દિવસે બની હોય તેની સ્થાપના કરો. 

જણાવી દઈએ કે આ યંત્રનો સ્વામી શુક્ર છે. તેનાથી જીવનમાં ખ્યાતી, યશ અને મનોબળની પ્રાપ્તિ થાય છે. આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Yantra Success crisis ગણેશ યંત્ર Ganesha Yantra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ