ગણેશ વિસર્જન માટે શહેરીજનો સાબરમતી નદીનો ઉપયોગ નહીં કરી શકે

By : vishal 09:04 PM, 19 September 2018 | Updated : 09:04 PM, 19 September 2018
અમદાવાદમાં ગણેશ વિસર્જને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે શહેર પોલીસ અને મ્યુનિસિપલ વિભાગે એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ વખતે શહેરીજનો ગણેશ વિસર્જન માટે સાબરમતી નદીનો ઉપયોગ કરી શકશે નહીં.

વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પર લગભગ નાંના મોટા થઈને કુલ 32 જેટલા કુંડ બનાવા બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરીજનોએ આજ કુંડની અંદર ગણેશજીનું વિસર્જન કરવાનું રહેશે.

આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા મોટી મૂર્તિઓ માટે પણ અલગ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે, આ સાથે જ મોટી મૂર્તિઓ માટે ખાસ પ્રકારની ક્રેન ની વ્યવસ્થા પણ શહેર પોલીસ અને કોર્પોરેશન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story