બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગણેશ વિસર્જન કરતા પહેલા જાણી લેજો મૂહુર્તથી લઇને તેની સ્ટેપ બાય સ્ટેપ વિધિ, સદૈવ રહેશે સુખ-શાંતિ
Last Updated: 07:27 PM, 9 September 2024
જે રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાના આગમનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે લોકો પોતાના ઘરમાં સ્થાપિત ગણેશ મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે અને આવતા વર્ષે બાપ્પા ફરી આવે તેવી પ્રાર્થના કરે છે. સામાન્ય રીતે ગણેશ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો તેના પહેલા પણ ગણપતિ વિસર્જન કરે છે. આવો જાણીએ શું છે ગણેશ વિસર્જનની રીત.
ADVERTISEMENT
ગણેશ વિસર્જન ક્યારે છે
ADVERTISEMENT
ગણેશ વિસર્જન ગણેશ ચતુર્થીના દિવસે, તેના બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને અનંત ચતુર્દશીના દિવસે કરી શકાય છે.
જાણો ગણપતિ વિસર્જનની તમામ તારીખો અને સમય.
ADVERTISEMENT
01:34 PM થી 05:01 PM 06:35 PM થી 08:01 PM 09:27 PM થી 01:45 AM, સપ્ટેમ્બર 08 04:37 AM થી 06:03 AM, સપ્ટેમ્બર 08
ADVERTISEMENT
01:52 PM થી 03:26 PM 06:34 PM થી 10:53 PM 01:45 AM થી 03:11 AM, સપ્ટેમ્બર 09 04:37 AM થી 06:03 AM સપ્ટેમ્બર 09
ADVERTISEMENT
06:03 AM થી 07:37 AM 09:11 AM થી 10:44 AM 01:52 PM થી 06:33 PM 06:33 PM થી 07:59 PM 10:52 PM થી 12:18 AM, સપ્ટેમ્બર 10
ADVERTISEMENT
10:44 AM થી 12:17 PM 03:24 PM થી 06:31 PM 07:57 PM થી 12:18 AM, સપ્ટેમ્બર 12 03:11 AM થી 04:38 AM, સપ્ટેમ્બર 12
06:05 AM થી 10:44 AM 04:55 PM થી 06:28 PM 12:17 PM થી 01:50 PM 09:23 PM થી 10:50 PM, 12:17 AM થી 04:38 AM, સપ્ટેમ્બર 14
09:11 AM થી 01:47 PM 03:19 PM થી 04:51 PM 07:51 PM થી 09:19 PM 10:47 PM થી 03:12 AM, સપ્ટેમ્બર 18
ગણેશ વિસર્જન પદ્ધતિ
ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે.
આ માટે લાકડાની પાટ લેવામાં આવે છે અને તેને ગંગા જળથી શુદ્ધ કરવામાં આવે છે.
પછી તેના પર એક સુંદર કાપડ પાથરવામાં આવે છે.
આ સાથે પાટ પર સ્વસ્તિક બનાવવામાં આવે છે અને તેના પર અખંડ રાખવામાં આવે છે.
ત્યારબાદ આ પાટ પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
આ પછી, ભગવાન ગણેશની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને તેને ફૂલોથી હાર ચઢાવવામાં આવે છે.
આ સાથે ભગવાનની સાથે તે પાટ પર લાડુ અને મોદક પણ રાખવામાં આવે છે.
આ પછી તેમને વિસર્જનના સ્થળે લઈ જવામાં આવે છે અને વિસર્જન પહેલાં, ધાર્મિક આરતી કરવામાં આવે છે.
આ પછી ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે.
વધુ વાંચો : પિતૃપક્ષમાં આ 3 ચીજો ખરીદતા લાગી શકે છે ત્રિદોષ, રાજાને પણ રંક થતા વાર નહીં લાગે!
ગણેશ વિસર્જન વખતે આ બાબતોનું ધ્યાન રાખો
ગણેશ વિસર્જન પહેલા પૂજા દરમિયાન થયેલી ભૂલોની માફી માગો. સાથે જ આવતા વર્ષે બાપ્પા ફરી આવે તેવી પ્રાર્થના. વિસર્જનના દિવસે કાળા કપડા ન પહેરો. તમારી વાણી પર નિયંત્રણ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.