ગુજરાતના આ ગામમાં છે અનોખો રિવાજ, લગ્ન પહેલા અહીં મુસ્લિમ સમાજ કરે છે ગણેશ પુજન...

By : krupamehta 10:44 AM, 12 July 2018 | Updated : 10:47 AM, 12 July 2018
ગુજરાતના વેરાવળમાં એક મુસ્લિમ લગ્નની શરૂઆત ગણેશ પૂજાથી થઇ. શબનમના લગ્ન એને પાલનપોષણ કરનાર હિંદુ પરિવારે કરાવ્યા હતા. એના અબ્બાસ સાથે લગ્ન થતા પહેલા ગણેશ વંદના પણ થઇ. જો કે સાંપ્રદાયિક સૌમ્યતાનું આ પહેલો કેસ નથી. 

રાજ્યમાં એક એવો પણ વિસ્તાર છે જ્યાં નિકાહ પહેલા ઘણા હિંદુ રીત રિવાજોને ફોલો કરવામાં આવે છે. એમાં ગણેશ પૂજા, ગાય પૂજા અને ફુલેકૂ પણ. ફુલેકૂમાં દુલ્હા દુલ્હનને લગ્ન બાદ આખા ગામમાં ફેરવવામાં આવે છે. 

રાજ્યના કચ્છના રણમાં બન્ના વિસ્તારમાં રહેનાર મલધારી મુસ્લિમ સમુદાય આ પ્રકારના હિંદુ રીત રિવાજોનું પાલન કરે છે. 

પશુ પાલનાર આ સમુદાય ભાગલા સમયે પાકિસ્તાનના સિંઘ વિસ્તારમાં આવીને વસ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ સમુદાય પર એક રિસર્ચ થયું, જેની પર એવું જોવા મળ્યું છે કે એમના લગ્ન હિંદુ રીત રિવાજ સામાન્ય છે. 

18 હજારથી વધારે જનસંખ્યા વાળી બન્ની વિસ્તારમાં હિંદુ મુસ્લિમ મળીને બધા તહેવાર પણ મનાવે છે. સાથે જો કોઇ હિંદુ મુસ્લિમ સમારોહમાં પહોંચે છે તો સમુદાય નોનવેજ પણ ખાતું નથી. 

બન્ની અથવા પિરાંજા પટ નામથી જાણીતા આ વિસ્તારમાં લગ્ન સમારોહમાં ગણેશ પૂજા ઉપરાંત હલ્દી અને મંડપ જેવા હિંદુ રીત રિવાજો પણ થાય છે. 

એવી જ રીતે શબનમના લગ્ન પહેલા પણ ગણેશ પૂજાની રસ્મો થઇ. શબનમને એના પિતાએ હિંદુ પરિવારને સોંપી દીધી હતી. 20 વર્ષ થવા પર મેરામન જોરાના હિંદુ પરિવારે એના લગ્ન અબ્બાસ સાથે કરાવી દીધા. જોરા પ્રામણે શબનમ નિયમિત નમાજ પઢે છે પંરતુ હિંદુ તહેવારોને પણ ઉત્સાહથી ઊજવે છે. Recent Story

Popular Story