બુધવારે કરો ગણેશજીના વિશેષ ઉપાય, ઘરમાં નહી રહે દરિદ્રતા અને દુ:ખ

By : juhiparikh 12:57 PM, 15 May 2018 | Updated : 12:59 PM, 15 May 2018
ગણેશ અંક અને ગણેશ પુરાણ પ્રમાણે ગણેશજી પ્રથમ પૂજય દેવ છે. કોઇપણ કામની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવાથી બાધાઓ નથી આવતી અને સફળતાથી કાર્ય પૂરુ થઇ જાય છે. જ્યોષિશ અનુસાર, બુધવારે ગણેશજીની  પૂજા કરવી જોઈએ. ગણેશ પૂજનથી ઘરમાં શુભ વાતાવરણ પેદા થાય છે અને ધનને લગતા કાર્યોમાં લાભ મળે છે. બુધવારે બુધ ગ્રહ માટે પણ પૂજા કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો બુધવારે અહીં બતાવેલાં ઉપાય કરવા જોઈએ.

ગણેશજીને ચઢાવો આ વસ્તુ

શ્રીગણેશને સિંદૂર, ચંદન, જનેઉ, દૂર્વા ચઢાવો. લાડુ કે ગોળથી બનેલી મિઠાઈનો ભોગ લગાવો. ધૂપ અને દીપ પ્રગટાવી આરતી કરો. પૂજામાં આ મંત્રનો જાપ કરો-

મંત્ર-

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ:। 
निर्विध्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

આ મંત્રનો અર્થ છે કે ગણેશજી, તમે મહાકય છો, તમારી સૂંઢ વક્ર છે, તમારા શરીરથી કરોડો સૂર્યોની સમાન તેજ નિકળે છે. તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે મારા બધા કામ નિર્વિઘ્ન પૂરા કરો.

મંત્રનો જાપ 108 વાર કરો. આ ઉપાયથી બુધની સાથે જ કુંડળીના બધા ગ્રહદોષ દૂર થઈ શકે છે.


બુધવારના આ ઉપાય પણ કરી શકો છો.-

 
-બુધવારે સવારે વહેલાં ઊઠી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈ ગણેશજીના મંદિરમાં જાઓ અને શ્રીગણેશજીને દૂર્વા અર્પિત કરો. દૂર્વાની 11 ગાઠ કે 21 ગાઠ અર્પિત કરવી જોઈએ.

 
-ગાયને લીલુ ઘાસ ખવડાવો. શાસ્ત્રો પ્રમાણે ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૈૌમાતાની સેવા કરનાર વ્યક્તિ પર બધા દેવી-દેવતાની કૃપા રહે છે.

 
-કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરો. મગ બુધ ગ્રહ સાથે સંબંધિત અનાજ છે. તેનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે.

 -સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલાં કોઈ નિષ્ણાત જ્યોતિષ પાસે કુંડળીનું અધ્યયન કરાવી લેવું જોઈે.

-શ્રીગણેશને મોદકનો ભોગ લગાવો.Recent Story

Popular Story