બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે, ભાજપ જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન
Last Updated: 01:11 PM, 23 March 2025
Ganesh Gondal : ગોંડલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે કહ્યું કે, કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી.
ADVERTISEMENT
ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, બહારના લુખ્ખાઓએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે.
વધુ વાંચો : વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને મળી તક, AAPએ જાહેર કર્યા ઉમેદવાર
ADVERTISEMENT
આ તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે. આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મતવિસ્તાર નંબર 87 એટલે કે વિસાવદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ચૂંટણી પંચે હજી ચૂંટણી માટે તારીખ જાહેર નથી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.