આમની પૂજા વગર ગણેશ જી ની પૂજા ક્યારેય પણ પૂર્ણ થતી નથી

By : krupamehta 01:06 PM, 10 September 2018 | Updated : 01:06 PM, 10 September 2018
વિધ્નહર્તા સર્વસુખ કરતાં ભગવાન ગણેશજીને બે પત્નીઓ છે એક રિદ્ધી અને બીજી સિદ્ધી. કહેવામાં આવે છે કે ગણેશ પૂજામાં જ્યાં સુધી આ બંનેની પૂજા કરવામાં આવે નહીં ત્યાં સુધી ગણેશ જી ની પૂજા સફળ માનવામાં આવતી નથી અથવા અઘૂરી રહે છે. જો વિધિવત પૂજા કરવામાં આવે તો રિદ્ધી-સિદ્ધી પ્રસન્ન થઇને ઘર-પરિવારમાં સુખ શાંતિ અને સંતાનોને નિર્મલ વિદ્યા-બુદ્ધિ પ્રદાન કરે છે. ભગવાન ગણેશની પત્નીઓ રિદ્ધી અને સિદ્ધી પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે. સિદ્ધી થી 'શુભ' અને રિદ્ધીથી 'લાભ' નામના બે પુત્ર થયા છે જે ગણેશજીના સંતાન છે. 

શાસ્ત્રો પ્રમાણે ભગવાન શ્રી ગણેશને બે પત્નીઓ રિદ્ધી-સિદ્ધી અને પુત્ર શુભ-લાભ  કહેવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશની પૂજામાં રિદ્ધી-સિદ્ધિ જે યશસ્વી, વૈભવશાળી અને પ્રતિષ્ઠિત બનવાના શુભ આશીર્વાદ આપનારીનું પણ પૂજન ના થાય તો શ્રીગણેશ જી ની કૃપા પણ મળી શકતી નથી. 

શાસ્ત્રો અનુસાર સુખ-સૌભાગ્યની કામનાને પૂરી કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજનમાં શ્રી ગણેશની સાથે રિદ્ધી-સિદ્ધી અને શુભ-લાભના વિશેષ મંત્રોથી સ્મરણ અને પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. Recent Story

Popular Story