ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે એન્ટિલિયાના રાજાનું સ્વાગત કર્યું છે. અનંત અને રાધિકા પણ તેમના પ્રથમ ગણેશોત્સવ પર બાપ્પાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
Share
1/6
1. એન્ટિલિયામાં બાપ્પાનું સ્વાગત
સનાતન પરંપરાને આગળ ધપાવતા મુકેશ અંબાણી અને પરિવારજનોએ તેમના ઘર એન્ટિલિયામાં ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યું, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અનંત અને રાધિકા પણ લગ્ન પછી તેમની પ્રથમ ગણેશ ચતુર્થી પર ભક્તિમય દેખાતા હતા.
આ તસવીર શેર કરો
2/6
2. અનંત-રાધિકાની પહેલી ગણેશ ચતુર્થી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે શુક્રવારે સાંજે ગણેશ ચતુર્થીની ઉજવણી પહેલા તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી.
આ તસવીર શેર કરો
3/6
3. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશોત્સવ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો.
આ તસવીર શેર કરો
4/6
4. રાધિકા લાલ શૂટમાં સુંદર લાગી
રાધિકા મર્ચન્ટ લાલ હેવી શરારા સૂટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. હેવી એરિંગ્સ અને પોની ટેલ પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે અનંતે ઓરેન્જ કલરનો કૂર્તો પહેર્યો હતો.
આ તસવીર શેર કરો
5/6
5. શુભેચ્છા પાઠવી
ગણેશ ચતુર્થી પહેલા રાધિકા મર્ચન્ટે ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તમામ દેશવાસીઓને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
આ તસવીર શેર કરો
6/6
6. ઈશા અંબાણી
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના બાળકોની સાથે ગણપતિ બાપ્પાની રાહ જોતી જોવા મળી હતી. આ દરમિયાન તે ગ્રીન કલરના શૂટમાં જોવા મળી હતી.