બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:15 PM, 5 September 2024
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ હોય છે અને ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે છે અને આ દિવસે લોકો ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરે છે.
ADVERTISEMENT
મંદિર અને પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, તો બીજી તરફ ઘણા લોકો ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે. આ રીતે ધૂમધામથી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવ્યા પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે છે.
ADVERTISEMENT
જો કે ઘણા લોકો દોઢ દિવસ, 5 દિવસ કે 7 દિવસ પછી ગણેશ વિસર્જન કરે છે. પરંતુ વાસ્તવમાં ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ થાય છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ કરવાનું ખાસ કારણ શું છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે ગણેશ વિસર્જનનું મુખ્ય કારણ મહાભારત સાથે સંબંધિત છે.
માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીનો જન્મ ભદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. એવું કહેવાય છે કે વેદ વ્યાસજીએ ભગવાન ગણેશને મહાભારત પુસ્તક લખવા માટે પ્રાર્થના કરી હતી. ભગવાન ગણેશ 10 દિવસ અટક્યા વિના મહાભારત લખી હતી. કથાઓમાં ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસથી મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની રચના માટે પ્રાર્થના કરી હતી, જેના જવાબમાં ગણેશજીએ કહ્યું કે જો તે લખવાનું શરૂ કરશે તો તે પેન બંધ નહીં કરે અને જો પેન બંધ થશે તો તે ત્યાં જ લખવાનું બંધ કરી દેશે.
આ દરમિયાન એક જગ્યા પર બેસીને સતત લખવાને કારણે ભગવાન ગણેશના શરીર પર ધૂળ અને ગંદકી જમા થઈ ગઈ હતી. 10મા દિવસે, ભગવાન ગણેશએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીરની ધૂળ અને માટી સાફ કરી હતી.
ત્યારથી, ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 9 દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને 10માં દિવસે ભક્તિ સાથે વિસર્જન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.