gandii baat season 4 trailer release ekta kapoor and alt balaji web series trailer out watch here
વેબ સીરીઝ /
ગંદી બાત 4ના ટ્રેલરે ઈન્ટરનેટ પર ભરશિયાળે ગરમી પેદા કરી દીધી, જુઓ યુઝર્સની પ્રતિક્રિયા
Team VTV06:46 PM, 01 Jan 20
| Updated: 06:48 PM, 01 Jan 20
ALT Balaji એક ખુબ જ પોપ્યુલર અને ખુબ બોલ્ડ વેબ સીરીઝ ગંદી બાત 4નું ટ્રેલર લોન્ચ કર્યું છે. ગંદી બાતની સીરીઝનાં દર્શકો ખુબ સમયથી આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. નોંધનીય છે કે ટીવીની ક્વીન એકતા કપૂરની આ વેબ સીરીઝ ખુબ જ બોલ્ડ હોવાના કારણે પ્રખ્યાત થઇ ગઈ છે. અત્યારે ગંદી બાત 4નું ટ્રેલર સામે આવ્યું છે.ગંદી બાતનાં 3 સીઝન પહેલાં જ રીલીઝ થઇ ગયેલ છે. પહેલાં 3ની જેમ જ ગંદી બાત 4માં પણ ગ્રામીણ ક્ષેત્રની સ્ટોરી આપવામાં આવી છે.
ગંદી બાત 4નાં ટ્રેલરને દર્શકોએ વખાણ્યાં
લોકોએ કહ્યું લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે મળી ગયું
ગંદી બાત 4માં પણ ગ્રામીણ ક્ષેત્રની બોલ્ડ સેક્સ સ્ટોરી દર્શાવવામાં આવી
ગંદી બાત 3 લોકોને ખુબ વધારે પસંદ આવ્યું
આ સીરીઝમાં ગ્રામીણ ભાષાની સાથે જ પ્રેમમાં કાવતરા અને સેક્સની સ્ટોરીથી તૈયાર કરવમાં આવે છે જે દર્શકોમાં ખુબ લોકપ્રિય બનતી જાય છે. ટ્રેલર જોઇને દેખાય છે ગંદી બાત સીરીઝમાં સૌથી વધારે હોટ સીન આ નવા સીઝનમાં છે. ખુબ લાંબા સમયથી દર્શકો ગંદી બાતનાં આ નવા સીઝનની રાહ જોઈ રહ્યા હતા. ગંદી બાત 3 લોકોને ખુબ વધારે પસંદ આવ્યું છે જે બાદ હવે ગંદી બાત 4નું ટ્રેલર પણ દેશમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે ટ્રેલરને શેર કરવાની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ગંદી બાત 4 લઈને આવી રહ્યું છે તાજા, કડક માલ. તો થઇ જાઓ તૈયાર. હવે 7 જાન્યુઆરીથી આ વેબ સીરીઝ ALT Balaji પર જોઈ શકાશે.
યુઝર્સે કહ્યું ગંદી બાત 1 જેવી મજા કોઈ સીઝનમાં નથી
યુટ્યુબ પર અત્યાર સુધી આ ટ્રેલરને ત્રણ લાખ જેટલા વ્યુઝ મળી ગયા છે. ટ્રેલર જોયા બાદ સતત દર્શકોનાં રીએક્શન સામે આવી રહ્યા છે. લોકો માની રહ્યા છે કે પહેલાં કરતા ખુબ વધારે પાવરફુલ કન્ટેન્ટ સામે આવ્યા છે. જોકે ઘણા ફેન એમ પણ કહી રહ્યા છે કે ટ્રેલર ભલે સારું હોય આ વેબ સીરીઝ આગળ જઈને લોકોને નિરાશા જ આપશે. મોટા ભાગનાં દર્શકો કહી રહ્યા છે કે આ જ સીરીઝનો ખુબ દિવસથી રાહ જોઈ રહ્યા હતા. અમુક યુઝર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે ગંદી બાત 1માં જે વાત હતી તે બીજા કોઈ જ સીઝનમાં જોવા મળી નથી. સીઝન 1ની ટક્કરમાં કોઈ ન આવી શકે.