બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gandhinagar vidhya sahayak candidates support Yuvraj Singh Jadeja detained by Sector 27 police

'સહાયકોને સમર્થન' / ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત, '332 અને 307ની કલમ આધારે ગુનો નોધાશે',જાણો સમગ્ર મામલો

Vishnu

Last Updated: 09:34 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાસહાયક ઉમેદવારોના સમર્થનમાં પહોંચેલા  વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની સેક્ટર 27 પોલીસે કરી અટકાયત

 • ગાંધીનગરમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની પોલીસે કરી અટકાયત
 • વિદ્યાસહાયક ઉમેદવારોના સમર્થનમાં પહોચ્યા હતા યુવરાજસિંહ
 • સેક્ટર 27ની SP કચેરીએ યુવરાજસિંહને અટકાયત બાદ લવાયા

ગુજરાતમાં વિવિધ સરકારી ભરતીઓને લઈ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં પેપર ફુટવાનો મુદ્દો હોય કે પછી ભરતીમાં જગ્યાઓ વધારવાનો મુદ્દો હોય. સરકારને આ મામલે યુવાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

યુવરાજસિંહ જાડેજાની અટકાયત
ગાંધીનગરમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની પોલીસે અટકાયત કરી છે. વિદ્યાસહાયક ઉમેદવારો ઘણા સમયથી ભરતી વધારવાની તેમજ અન્ય માંગણીઓને લઈ સતત ઘરણા કાર્યક્રમ યોજી રહ્યા છે. ત્યારે  વિદ્યાસહાયક વિદ્યાર્થીઑમાં સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. પણ તાત્કાલિકના ધોરણે   યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. અને બાદમાં સેક્ટર 27ની SP કચેરીએ યુવરાજસિંહને લાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે યુવરાજસિંહ હાલ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે ત્યારે જો વિદ્યાસહાયક ઉમેદવારોની માંગણીઑને ઘરણા સ્થળ પર આવી યુવરાજસિંહ સમર્થન આપે તો વિરોધ આંદોલનમાં તબદીલ થાય તેમ હતો. આ આશરે આથી જ કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી.

વિદ્યાસહાયકોના આંદોલન મામલે ગાંધીનગર પોલીસની પ્રેસ 

 • ગાંધીનગરના SP મયુર ચાવડાનું પોલીસ કાર્યવાહી બાબતે નિવેદન
 • જે ઉમેદવારોની અટકાયત થઈ છે તેમની સામે કાર્યવાહી થશે
 • 55 લોકો સામે 188 અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી કરીશું
 • સચિવાલય ગેટ પર વિદ્યાસહાયક ઉમેદવારો વિરોધ કરતા હતા
 • ઉમેદવારોને સમજાવીને અટકાયત કર્યા બાદ SP કચેરી લવાયા

યુવરાજસિંહની અટકાયત મામલે SP મયુર ચાવડાનું નિવેદન

 • યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા
 • પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો
 • યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો
 • પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે: મયુર ચાવડા
 • જ્યારે પણ યુવરાજસિંહ અહિયા આવ્યો ત્યારે તેની વાત સાંભળી
 • દરેક વખતે યુવરાજસિંહની વાતનું નિરાકરણ લાવ્યા છીએ
 • આ વખતે યુવરાજસિંહે પોલીસ પર હુમલો કર્યો છે
 • યુવરાજસિંહ સામે 332 અને 307ની કલમ આધારે ગુનો નોધાશે

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે ધરણાં
વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. જેથી તેઓ પોતાની પડતર માંગોને લઈ સચિવાલયના ગેટ સામે હલ્લાબોલ કર્યો હતો. વિદ્યા સહાયકોના આ ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી.તો બીજી તરફ વનરક્ષક ભરતીમાં ગેરરીતિને લઈ ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણીએ પહોંચેલા ઉમેદવારોએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ભાવનગર, મહેસાણા, વાઘોડિયામાં પેપરો ફુટ્યા હોવા છતાં સરકાર દ્વારા પેપર રદ કરવામાં નથી આવી રહ્યુ. 

વિદ્યાસહાયકોનો વિરોધ કેમ?

 • ભરતીની માગ સાથે વિદ્યાસહાયક ઉમેદવારોનો વિરોધ
 • વિદ્યાસહાયક ઉમેદવારોની 12 હજાર શિક્ષકોની ભરતીની માગ
 • 3300ને બદલે 12 હજાર શિક્ષકોની ભરતી કરવાની માગ
 • પ્રવાસી શિક્ષકોની ભરતી રદ્દ કરવાની માગ
 • 18 હજાર ખાલી મહેકમની સામે 12 હજાર શિક્ષકોની ભરતી કરવાની માગ

સંકળાયેલા મુદ્દાઓ

Police Yuvraj Singh Jadeja detained gandhinagar vidhya sahayak candidates અટકાયત ઉમેદવારો ગાંધીનગર પોલીસ યુવરાજસિંહ જાડેજા વિદ્યાસહાયક સરકારી ભરતી Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ