સાંભળો સરકાર..! ગુજરાતમાં વધી રહી છે બેરોજગારી, તમામ દાવા પોકળ

By : kavan 09:14 AM, 05 December 2018 | Updated : 09:15 AM, 05 December 2018
ગાંધીનગર: ગુજરાત સરકાર ભલે વાઈબ્રન્ટ ગુજરાતના નામે લોકોને રોજગારી આપવાના મોટા મોટા દાવા કરતી હોય...પરંતુ સરકારના આ દાવા પોકાળ સાબિત થયા છે. ગુજરાત સરકારના જ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષના સમયગાળામાં ગુજરાતમાં માત્ર 12 હજાર 869 યુવાનોને જ રોજગારી આપી શકાઈ છે.

જ્યારે 62 હજાર 608 બેરોજગાર યુવાનોએ તેમના નામ રજીસ્ટર કરાવ્યા છે. CMIEએ આપેલા બેરોજગારીના આંકડા મુજબ 2018માં ઓક્ટોબર માસ સુધીમાં ગુજરાતમાં બેરોજગારી 7.5 ટકા જેટલી છે..જે કેન્દ્ર સરકારના બેરોજગારીના આંકડા કરતા પણ વધુ છે.

કેન્દ્રમાં બેરોજગારીની ટકાવારી 6.8 ટકા જેટલી છે. એટલું જ નહીં રોજગારીની તક નિર્માણ કરવાની બાબતમાં પણ ગુજરાત કરતાં તેલંગાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઝારખંડ આગળ છે.

તેલંગાણામાં 0.9 ટકા બેરોજગારી છે..જ્યારે તમિલનાડુંમાં 1 ટકા, મહારાષ્ટ્રમાં 4 ટકા, આંધ્રપ્રદેશમાં 6.4 ટકા અને ઝારખંડમાં 7.4 ટકા જેટલી બેરોજગારી છે.

જોકે અહીં ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા છે. મહત્વનું છે કે તાજેતરમાં જ લોકરક્ષક દળની પરીક્ષા લેવાની હતી. જોકે પેપર ફૂટી જતાં તે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેમાં પણ 9713 જગ્યાઓ માટે 8.76 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે બેરોજગારીના આંકડા દર્શાવી જાય છે.Recent Story

Popular Story