આજથી વિધાનસભાનું બજેટ સત્ર, વિવિધ મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષની તૈયારી

By : kavan 08:27 AM, 18 February 2019 | Updated : 08:28 AM, 18 February 2019
ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા સત્રની શરૂઆત થશે. ત્યાર બાદ પુલવાના આંતકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવશે. મહત્વનું છે કે, આ બજેટ સત્ર 18થી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. 

જેમાં 21મી ફેબ્રુઆરીએ લેખાનુદાન પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે 2019-20ના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. 20 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે તો 21 ફ્રેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. 21 ફેબ્રુઆરીએ લેખાનુદાન પર ચર્ચા અને મતદાન પણ થશે. 

જ્યારે અંતિમ દિવસે એટલે કે, 22 ફેબ્રુઆરીએ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ થશે. મહત્વનું છે કે, કોંગ્રેસે ભાજપ સરકારે વિવિધ મુદ્દે ઘેરવા રણનીતિ બનાવી છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં પેપર કાંડ  અને ખેડૂત સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.Recent Story

Popular Story