ચર્ચા / ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કોર કમિટિની બેઠક, CM રૂપાણી, ડે.સીએમ ઉપસ્થિત રહેશે

 Gandhinagar state BJP core committee meeting

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા થોડા સમયથી રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો. હાલમાં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો આમને-સામને જોવા મળ્યાં. જ્યારે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી અગાઉ રાજીનામાં આપ્યાં, ત્યારબાદ હાલમાં રાજીનામાં આપેલા અંદાજે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયાં. ત્યારે આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનારી ભાજપ કોર કમિટિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ