બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માગવા મંડી ન પડતાં ! અજાણી છોકરીનો નંબર-સરનામું માગતાં યુવાનની 'ભયાનક કસોટી', 'માંડ બચ્યો'

ગુજરાત / માગવા મંડી ન પડતાં ! અજાણી છોકરીનો નંબર-સરનામું માગતાં યુવાનની 'ભયાનક કસોટી', 'માંડ બચ્યો'

Last Updated: 04:47 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં અજાણી છોકરીનું નામ અને સરનામું પૂછવા બદલ યુવાન સામે એફઆઈઆર નોંધાઈ હતી પરંતુ હાઈકોર્ટની દખલથી તેની સામેનો કેસ રદ કરી દેવાયો.

ગાંધીનગરના સમીર રોય નામના એક યુવાનને અજાણી છોકરીનો નંબર અને સરનામું પૂછવાનું પહેલા તો ભારે પડ્યું પરંતુ કેટલાય દિવસથી યાતના બાદ આખરે હાઈકોર્ટ દ્વારા તેને બચાવાયો, આ આખી ઘટનામાં હાઈકોર્ટે સમીર સામે દાખલ યૌન શૌષણનો કેસ રદ કરી નાખ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ન ગણ્યું યૌન શૌષણ

અજાણી છોકરી કે મહિલાનો નંબર માગવો યૌન શૌષણ ગણાય કે નહી? આ સવાલ પર ગુજરાત હાઈકોર્ટે સ્થિતિ સ્પસ્ટ કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે છોકરીનું નામ અને નંબર પૂછવું ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી ગણી શકાય નહીં. ગાંધીનગરના સમીર રોય નામના યુવાને પોતાની સામેની એફઆઈઆર રદ કરવા માટે કરેલી અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે આ ટીપ્પણી કરી હતી.

શું હતો કેસ

એક અજાણી મહિલાએ ગાંધીનગરના સમીર રોય નામના યુવાને સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે યુવાને ઓળખાણ વગર જ તેની પાસેથી મોબાઈલ નંબર, સરનામું માગ્યું હતું. આ પછી પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરી પરંતુ યુવાન પોલીસ વિરૃદ્ધ હાઈકોર્ટમાં ગયો અને હવે કોર્ટે તેને રાહત આપી. મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ સમીર વિરુદ્ધ જાતીય 26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. સમીરે હાઈકોર્ટને જણાવ્યું કે જ્યારે તેણે પોલીસ પર તેના પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે તેની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સમીરનું કહેવું છે કે પોલીસે 25મી એપ્રિલે તેને ટોર્ચર કર્યો હતો. આ અંગે તેણે પોલીસ સામે ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ પર ફોન છીનવી લેવાનો અને ડેટા ડિલીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પોતાની અરજીમાં સમીરે કહ્યું હતું કે તેને આ કેસ (જાતીય સતામણી) વિશે 9 મેના રોજ ખબર પડી હતી.

વધુ વાંચો : અજાણી છોકરીનો નંબર-સરનામું માગવું ખોટું પણ યૌન શૌષણ નથી- ગુજરાત હાઈકોર્ટ

પોલીસ પર ગુજરાત હાઈકોર્ટ નારાજ

પોલીસની આ કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'જો કોઈ કહે કે તમારો નંબર શું છે, તો તે ખોટું છે, પરંતુ આ FIR નોંધવાનો કેસ નથી. શું આમાં કોઈ ખોટો ઈરાદો છે? જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'હા, તે (નંબર પૂછવું) અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આઈપીસીની કલમ 354 પર નજર કરવામાં આવે તો તે જાતીય સતામણી અને તેની સજા વિશે વાત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar sexual harassment gujarat HC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ