મહેસૂલના કર્મચારીઓ હાલ ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. જેને લઇને રાજ્યભરની મહેસૂલની કચેરીઓમાં કામકાજ ઠપ્પ થઇ ગયું છે. આમ કર્મચારીઓના ધરણાના કારણે અરજદારોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગરમાં મહેસૂલના કર્મચારીઓના ધરણા
છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં મહેસૂલી કામ ઠપ્પ
કર્મચારીઓના ધરણાના કારણે અરજદારોને પરેશાની
રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ પોતાની 17 માગને લઇને હડતાળ પર ઉતર્યાં છે. આ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર છે ત્યારે કર્મચારીઓએ ગાંધીનગરમાં ધરણા કર્યાં છે.
રાજ્યભરમાંથી અંદાજે કુલ 10 હજારથી પણ વધુ કર્મચારીઓ પોતાની 17 પડતર માગને લઇને હડતાળ પર જોવા મળી રહ્યાં છે. મહેસૂલના કર્મચારીઓ દ્વારા કલાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન તેમજ રેવન્યૂ તલાટીને પંચાયત મંત્રી કેડરમાં મર્જ કરવાની માગ સાથે હડતાળ પર ઉતર્યાં છે.
મહેસૂલ ખાતાના કામ સિવાય વિવિધ પ્રકારના કામો કરાવાથી કર્મચારીઓ રોષે ભરાયા છે. આ ઉપરાંત નાયબ મામલતદારમાં ખાલી 2400 જગ્યા સનિયોરિટી પ્રમાણે ભરવા માગ કરી છે.
મહેસૂલના વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે ચૂંટણી પહેલા સરકારે માગોને લઇને આશ્વાસન આપ્યું હતુ, પરંતુ હજૂ પણ કોઇ માગ ન સંતોષાતા ફરી વિરોધ કરવાની ફરજ પડી છે.