ગાંધીનગર / કોરોના સંકટમાં માસ્ક જીવનનો હિસ્સો બની ગયું છે ત્યારે લોકોમાં વધી રહ્યો છે આ ખાસ માસ્કનો ક્રેઝ

કોરોનાકાળમાં હવે માસ્ક લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. ત્યારે ગાંધીનગરમાં એક સ્ટુડિયો દ્વારા 3D માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ માસ્કની ખાસિયત એ છે કે આ માસ્કથી લોકોની ઓળખ નહીં છૂપાય. એટલે કે માસ્ક પહેર્યા બાદ પણ સામેની વ્યક્તિ તમને તુરંત ઓળખી શકશે. આ 3D માસ્કને તમે 50 રૂપિયામાં તૈયાર કરાવી શકો છો. સ્ટુડિયોમાં પહેલા વ્યક્તિનો ફોટો પાડી તેને સ્કેન કરી અને માસ્ક પર તેને ફિટ કરવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ