Friday, May 24, 2019

લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ બાદ ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે આપ્યુ રાજીનામુ

લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ બાદ ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે આપ્યુ રાજીનામુ
ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે મેયર અને કોર્પોરેટર પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ઘણા સમયથી પ્રવીણ પટેલના પદને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પ્રવીણ પટેલે રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલાએ પ્રવિણ પટેલના રાજીનામા મામલે નીવેદન કર્યુ હતું.

તેમણે જણાવ્યુ હતું કે આંતરિક લડાઈને કારણે પ્રવિણ પટેલે રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી તેમનું સ્વમાન જળવાતું ન હતું. ભાજપે પ્રવિણભાઈનો માત્ર ઉપયોગ જ કર્યો છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ