બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
Last Updated: 09:03 AM, 14 December 2024
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જલ્દી જ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે "અવસર" યોજના શરૂ કરવામાં આવશે. આ યોજનામાં વૃદ્ધોને મળશે ઘણી રાહત, કેમ કે આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ 'અવસર'નો લાભ મેળવવા માટે વડીલો પોતાના ઘરથી નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્ષ સાથે રાખીને ફોર્મ ભરી શકે છે અને પોતાની નોંધણી કરાવી શકે છે. આગામી અઠવાડિયામાં મેયર 'મીરાબેન પટેલ' એક આરોગ્ય રથનું લોકાર્પણ કરશે. હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ADVERTISEMENT
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે વડીલોની ચિંતા કરીને આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓમાં સાથે છે અને તેમની સુખાકારીમાં વધારો કરવા માટે સતત કાર્યરત રહેશે. આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા ગાંધીનગર મહાનગરપાલિકાએ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવાનું શરૂ કરી દીધું છે.
વધુ વાંચો આ આધાર કાર્ડ નથી! ઘરે લગ્નની કંકોત્રી પહોંચી તો પરિવારના સભ્યો મૂંઝાયા, ફોટો વાયરલ
આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર રહેશે. જેઓ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર આરોગ્યલક્ષી તપાસવા માટે મુલાકાત લેશે, આ મુલાકાત દરમિયાન તેઓ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ તેમજ અન્ય જરૂરી તપાસ કરશે અને સારવાર આપશે. જો વધારે સારવારની જરૂર જણાશે તો વૃદ્ધ વ્યક્તિને નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે. અહીં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવશે.
ADVERTISEMENT
હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે, જો જરૂર લાગશે તો ભવિષ્યમાં આ આરોગ્ય રથમાં વધારો કરવામાં આવશે. આ રથની સેવા એક અંતર્ગત તારીખ મુજબ કરવામાં આવશે.
આની તારીખ 13 ડિસેમ્બર 2024 શુક્રવાર છે. તમે ફોર્મ ભરીને નોંધણી પ્રક્રિયા ચાલુ કરી શકો છો. આ ફોર્મ ભરવા માટે તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જવું પડશે. અહીં વડીલોએ આધાર કાર્ડની એક ઝેરોક્ષ સાથે રાખવી પડશે, જેથી તેઓનું ફોર્મ સરળતાથી ભરાઈ જાય અને તેમની નોંધણી પણ થઈ જાય.
મેયર મીરાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણે સાથે મળીને વડીલોની કાળજી લઈએ અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવો એક નાનકડો પ્રયાસ કરીએ.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.