બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar kamlam gujarat bjp meeting

ગાંધીનગર / 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને પાટિલનું મોટું નિવેદન, કમલમ ખાતે યોજાયું ભાજપનું મહામંથન

Kavan

Last Updated: 04:28 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલયે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિષયો પર પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં મંથન કરવામાં આવેલ.

  • ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ
  • બેઠક બાદ બોલ્યાં સી.આર.પાટીલ
  • "કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહી છે"

આ બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાવાઝોડા રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. 

ચૂંટણીને લઈને આપ્યું મોટું નિવેદન 

તો આ સાથે જ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. કેટલાક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે. 

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો કોઇ અભાવ નથી

તો તેમજ તેમને કહ્યું કે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો કોઇ અભાવ નથી. સરકાર અને સંગઠન પ્રામાણિકતાથી કામ કરી રહ્યાં છે. તો મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા મુદ્દે સી.આર.પાટીલે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહી છે. 

સમયાંતરે મળે છે કોર કમિટીની બેઠક 

સમયાંતરે કોર ગ્રુપની બેઠક મળતી હોય છે. આ સાથે જ વાવાઝોડા અંગે કહ્યું કે વાવાઝોડા બાદ PM તાત્કાલિક ગુજરાત આવ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું...

સંકળાયેલા મુદ્દાઓ

bjp meeting gandhinagar કોર કમિટીની બેઠક ગાંધીનગર gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ