બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gandhinagar Kamalam BJP-AAP dispute yagnesh dave mahesh savani
Hiren
Last Updated: 08:26 PM, 20 December 2021
ADVERTISEMENT
પેપરકાંડમાં તપાસનો દૌર ચાલુ છે તો બીજી બાજુ રાજકારણના રંગ પણ ગ્રીનસીટી ગાંધીનગરના માર્ગો પર દેખાયા છે. એક તરફ આરોપીઓને પકડીને કડક સજા કરવાની માગ થઈ રહી છે. તો બીજી બાજુ પેપરકાંડમાં ભાજપ-કોંગ્રેસ અને આપ આ ત્રેણય આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. કમલમ ખાતે આપના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ. ભાજપનો આરોપ છે કે આપના કાર્યકરોએ ગેરવર્તણૂંક કરી. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ન્યાય માટે વિરોધ પ્રદર્શન કર્યુ હોવાની સ્પષ્ટતા કરી.
ભાજપ કાર્યાલય કમલમ્ પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન દરમિયાન AAPના નેતા ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રદ્ધા રાજપૂતે AAP નેતા ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે. ત્યારે હવે કમલમ ખાતે થયેલા ઘર્ષણ અને ઘર્ષણ બાદના આરોપ મામલે આપ અને ભાજપના નેતાઓ આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આપના હુમલા અંગે ભાજપ નેતા યજ્ઞેશ દવેનુ નિવેદન
યજ્ઞેશ દવેએ કહ્યું કે, લોકશાહીમા વિરોધ કરવો જોઇએ. વિરોધ કરવા માટે પણ ગરિમા જાળવવી જોઇએ. આજે આપના આસમાજિક તત્ત્વોએ ગેરવર્તુક કરી છે. આપ લોકશાહી ખોટી વાતો કરે છે. કોઇના પ્રાઇવેટ પ્રોપટીમા ઘુસીને વિરોધ કરવો અયોગ્ય છે. આ પ્રકારનો વિરોધ આપ શું સાબિત કરવા માંગે છે? આપ આ પ્રકારના વર્તણ ગુજરાત જનતા જવાબ આપશે.
AAP નેતા મહેશ સવાણીએ આપી સમગ્ર મામલે પ્રતિક્રિયા
મહેશ સવાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયા તેનો વિરોધ હતો. અમારે AAPની મિટિંગ હતી તેને રોકવા તમામ બસો ડિટેન કરી. કમલમમાં જે થયું તેના CCTV ફુટેજ ભાજપ જાહેર કરે. ભાજપ આંદોલનોને કચડી નાખવા તંત્રનો ઉપયોગ કરે છે. ઇસુદાને નશો કર્યો કે નહીં તેની મેડિકલ તપાસ થશે. ઇસુદાન ગઢવી કોઈપણ પ્રકારનો નશો કરતા નથી.
ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યાઃ AAP નેતા યોગેશ જાદવાણી
કમલમ ખાતે AAP દ્વારા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આક્ષેપ મામલે AAP નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે, AAP નેતા કમલમ ખાતે પહોચ્યા હતા. ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા છે. ઈસુદાન ભાઈ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરાયા છે. ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહીં. ગુજરાતમાં તાનાશાહીની રાજનીતિ ભાજપે કરી છે. અમારા પ્રદેશ કક્ષાઓના નેતાઓએ કમલમમાં રજૂઆત માટે પહોચ્યા હતા.
નિંદનીય હુમલોઃ CM અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ભાજપ-આપના કાર્યકર્તા વચ્ચે થયેલ ઘમાસાણ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, નિંદનીય હુમલો, લાકડીઓ કે સરમુખત્યારશાહીથી પ્રજાના અધિકારનો અવાજ દબાવી ન શકાય
गुजरात में आम आदमी पार्टी के नेताओं और कार्यकर्ताओं पर ये बर्बरतापूर्ण हमला बेहद निंदनीय है। जनता के हक़ की आवाज़ को ऐसे किसी लाठी-डंडों या तानाशाही से नहीं दबाया जा सकता। https://t.co/GCxW4wqMfa
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 20, 2021
આપ નેતાઓ નશાની હાલતમાં હતા અને મહિલા સાથે ગેરવ્યવહાર કર્યોઃ શ્રદ્ધા રાજપૂત
શ્રદ્ધા રાજપુતે કહ્યું કે, AAP નેતાઓ નશાની હાલતમાં હતા. AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર AAPના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિત કાર્યકરો પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.