VIDEO: રાજ્યના 19 IAS અધિકારીઓની સાગમટે બદલી, જાણો કોણ ક્યાં મૂકાયું

By : kavan 10:05 AM, 01 February 2019 | Updated : 10:08 AM, 01 February 2019
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓનો દોર જોવા મળ્યો હતો. જેમાં 19 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તાપીના IAS એન.કે. ડામોરની ડાંગમાં, આર.બી.બારડની મહિસાગરમાં, આર.એસ. નિનામાની તાપીમાં બદલી કરાઈ હતી.

તો આર.બી.રાજ્યગુરૂની સુરેન્દ્રનગરના,આર.આર. રાવલની ગાંધીનગરના,મનીષ કુમારની દેવભૂમિ દ્વારકાના, એચ.કે.કોયાની સુરતના તથા ડી.કે. પારીખની પાટણના DDO તરીકે બદલી કરવામાં આવી હતી.
  તેમજ આઈ.કે. પટેલની નર્મદાના કલેક્ટર પદે બદલી કરાઈ હતી. તો આર.સી મીણાની રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે IAS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. રાજ્યના 19 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 19 જેટલા IAS અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.    Recent Story

Popular Story