બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar Heritage MOU gujarat government

વારસો / ગુજરાતનો ભાતીગળ વારસો જોવા દેશ-વિદેશથી ઉમટી પડશે 'લોકો', સરકારે જુઓ શું લીધો મહત્વનો નિર્ણય

Kavan

Last Updated: 04:20 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે 451  કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન

  • ગુજરાતમાં હેરીટેજ પ્રવાસન વેગવંતુ બનશે 
  • દેશ-વિદેશથી ગુજરાત પ્રવાસે આવશે પ્રવાસીઓ
  • પ્રવાસન વિભાગે 451 કરોડના કર્યા એમ.ઓ.યુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે. અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે. આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.  

451 કરોડના એમ.ઓ.યુ.

રાજ્યના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે હેરીટેજ પ્રોપર્ટીના માલીકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા ‘ગુજરાતના ભવ્ય વારસા’ની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હેરીટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ- સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતેની વિવિધ પ્રવાસન સુવિધાઓના ઇ-લોકાર્પણ કર્યા હતા. 

પ્રવાસન વિભાગ સાથે MOU થયાં 

મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતની ધરોહર ઉજાગર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમમાં ગુજરાત સરકાર હેરિટેજ ટુરિઝમના વિકાસથી રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે સતત પ્રયાસરત છે.આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયકારોને મદદરૂપ બનવા ગુજરાત સરકાર હર-હંમેશ કટિબદ્ધ છે.કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટુરિઝમ સેક્ટરને ફરી પૂર્વ વત બનાવવા રાજ્ય સરકાર આ ટુરિઝમ  વ્યવસાયકારોની પડખે છે.તેમણે ઉમેર્યું કે, ટુરીઝમ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સાકાર કરી આ વ્યવસાય ને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાના ઇનિશિયેટિવ્ઝ લેવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે.

વધુને વધુ લોકો આવશે ગુજરાતના પ્રવાસે 

વધુને વધુ લોકો ગુજરાતના પ્રવાસન ધામો અને હેરીટેજ પ્લેસિસની મુલકાતે આવે તે માટે પણ પ્રયાસો કરીશું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ચાર ‘T’ -ટ્રેડીશન, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રેડ ના સુત્રને ટૂરિઝમના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા

તેમણે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની પ્રાથમિક શાળાનો હેરિટેજમાં સમાવેશ વિશે અને ગાયકવાડી સરકારના સમયની ૧૦૦ વર્ષ જૂની શાળાને ‘પ્રેરણા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે બજેટની જોગવાઇ વિશે છણાવટ કરી હતી.મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગ સાથે MOU કરનારા હેરીટેજ પ્રોપર્ટીઝના માલીકોને અભિનંદનને પઠવ્યા હતા. આ અવસરે વડોદરા રાજકોટ,સંતરામપુર,દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના એમ ઓ યુ થયા હતા.
       
હેરીટેજ પ્રોપર્ટી ધારકોને પણ મળશે લાભ 

ભૂપેન્દ્ર પટેલે હેરીટેજ પોલિસી પોર્ટલ સંદર્ભે કહ્યું કે, હવે હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે.જે હેરીટેજ પ્રોપર્ટી ધારકો નવી હેરીટેજ પોલિસીનો લાભ લઇ, હેરીટેજ પ્રવાસન સ્થળ ઉભું કરવા માંગતા હોય તેમની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયા ના કોન્સેપ્ટ ને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનવાયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ વિડિયો સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government MoU gandhinagar ગુજરાત ભૂપેન્દ્ર પટેલ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ