લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચની તૈયારીઃ નાગરિકોને આપ્યું આ હાઈ-ટૅક હથિયાર

By : kavan 02:58 PM, 13 February 2019 | Updated : 02:58 PM, 13 February 2019
ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ ખાસ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી આચારસંહિતાના ભંગ અંગે નજર રાખવામાં આવશે. તો નાગરિકોને પણ એપ્લિકેશનનું હથિયાર આપવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી કમિશનરે ઈ વિજિલન્સ એપ્લિકેશન લોન્ચ કરી છે. 

જે આચારસંહિતા ભંગને લગતા વીડિયો ફૂટેજ કે ફોટો કે ડોક્યુમેન્ટને સીધા અપલોડ કરી શકાશે અને 100 મિનિટની અંદર જ ચૂંટણી તંત્રએ તેના પર એક્શન લેવી પડશે. ફરિયાદ કરનાર નાગરિકનું લોકેશન પણ ઓટોજનરેટ થઈ જશે. જેથી સંબંધિત જિલ્લા ચૂંટણી તંત્ર સીધું ત્યાં પહોંચી શકશે.

આ એપ્લિકેશનના રાજ્યમાં અમલ માટે ચૂંટણી તંત્રએ કવાયત પણ તેજ કરી લીધી છે. આવતીકાલે જોઈન્ટ CEO દિલ્હી જશે. જેમાં માસ્ટર ટ્રેનર પણ દિલ્હી જશે. 16મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 200 અધિકારીઓને આ તાલિમ આપવામાં આવશે.Recent Story

Popular Story