બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Gandhinagar District Panchayat Bhavan statistics building caught fire, Minister Brijesh Merja at the scene
Vishnu
Last Updated: 08:57 PM, 9 November 2021
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના આંકડા ભવનમાં ભીષણ આગ લાગી. જેમાં મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઇ ગયા છે. આગમાં મોટાભાગના દસ્તાવેજ બળીને ખાક થયા છે. જો કે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે ઓફિસ બંધ હતી.
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. ઘટનાની જાણ થતા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સંપૂર્ણ માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ જિલ્લા પંચાયતની બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી આ તકે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે રહી મંત્રીશ્રીએ જાત નિરીક્ષણ કરી ફાયર સેફટી અધિકારીશ્રીને જરૂરી સૂચનો તેમજ ફાયર બ્રિગેડની ટીમની કામગીરીને બિરદાવી હતી.ફાયર વિભાગની ઝડપી અને સમયસૂચકતાને લીધે આગ અન્યત્ર પ્રસરી ન હતી.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ભવનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે ભીષણ આગમાં મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઇ જતા સવાલો ઉઠ્યા છે. આગ લાગી ત્યારે કોઇ હાજર ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે સરકારી કચેરીમાં જ ફાયરસેફ્ટીનો અભાવ કેમ?. મહત્વના દસ્તાવેજોની ગંભીરતા કેમ નહીં?. દસ્તાવેજો ખાક થયા તેનો અન્ય રેકોર્ડ હશે?. સરકારી કિંમતી દસ્તાવેજોની સંભાળ કેમ ન લેવાઇ?. આંકડાવિભાગની બેદરકારી માટે જવાબદાર કોણ?. ફાયર સેફ્ટીને લઇને સરકાર પોતાના વિભાગો પ્રત્યે જ ગંભીર કેમ નહીં?. રૂમમાં સ્પ્રિંકલ કેમ ન હતા?. અગત્યના દસ્તાવેજો હતા તો પછી ફાયરસેફ્ટી એ પ્રકારે કેમ નહીં?.
DDO સૌરભી ગૌતમે આગની નુકસાની બાબતે કર્યો ખુલાસો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.