બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન વખતે ગોઝારી ઘટના, 10 ડૂબ્યા, 8ના મોત
Last Updated: 11:41 PM, 13 September 2024
ગણેશ વિસર્જનમાં ડૂબવાથી વધુ 8 લોકોના મોત થયા છે. આ ઘટના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે બની છે.મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે. અન્ય બે યુવકોની શોધખોળ ચાલી રહી છે.
ADVERTISEMENT
1 યુવકને બચાવવા અન્ય યુવકો ડૂબ્યા
ADVERTISEMENT
આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે 1 યુવકને બચાવવા અન્ય યુવકો પડ્યા હતા. 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.
આજે ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામના 8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું. આ અણધારી વિદાયથી તેમના પરિવાર પર આવેલી આફતથી વ્યથિત છું. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માઓને તેમના શ્રીચરણમાં વાસ આપે તેમજ તમામ પરિવારજનોને આઘાત…
— Amit Shah (@AmitShah) September 13, 2024
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે હાઇકોર્ટ આકરા પાણીએ, કહ્યું 'બેદરકાર અધિકારીઓ સામે કેમ પગલાં ન લીધાં'
યુવકોના ડૂબવાની ઘટના
આ ઘટનાને લઇને ચકચાર મચી છે. મૃતદેહ બહાર કાઢવા માટે NDRF અને SDRFની મદદ લેવામાં આવી છે.ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. 8 તારીખથી લઇને આજ સુધીના 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.
જાણો મૃતકોના નામ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.