સંતાન જ્યારે મા-બાપને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. ત્યારે જે દર્દ અને પીડા વડીલોને થાય છે. તેના કરતા પણ વધારે ખરાબ સ્થિતિ ડભોડાના વૃદ્ધાશ્રમના વડીલોની છે. ડભોડાના વૃદ્ધાશ્રમમાં રહેતા 17 જેટલા વૃદ્ધો ફરી નિરાધાર બન્યા છે.
કોરોના મહામારીમાં વૃદ્ધોની હાલત દયનીય
ગાંધીનગરના ડભોડાનું વૃદ્ધાશ્રમ ખાલી કરવું પડે તેવી સ્થિતિ
ટ્રસ્ટ મકાનનું ભાડું ન ચુકવી શકતા કરવું પડશે ખાલી
પોતાનો આશરો ન છીનવાઇ તેવી સરકારને કરી આજીજી
ડભોડામાં માવતર વૃદ્ધાશ્રમ છેલ્લા 3 વર્ષથી ચાલે છે અને તે સ્માર્ટ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે વૃદ્ધાશ્રમ મકાનનું ભાડું ન ચુકવી શકતા મકાન ખાલી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
જેથી ફરી પરિવાર છીનવાઇ જવાનું દુ:ખ વડીલોની આંખો છલકાઇ રહ્યું છે અને સરકારને પોતાનો આશરો ન છીનવાઇ તેવી આજીજી કરી રહ્યાં છે અને પોતાને રહેવાની વ્યવસ્થાની માગ કરી છે. જોકે સરકાર કોઇ નહીં લેતા ફરી વડીલો નિરાધાર થવાની સ્થિતિમાં મુકાયા છે.
કોરોનાની મહામારીનો કહેર ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પાટનગરના ડભોડામાં આવેલ વૃદ્ધાક્ષમ ખાલી કરવાની સ્થિતિમાં 17 જેટલા વૃદ્ધ-વડીલો નિરાધાર બન્યા છે. ઘડપણમાં સંતાનોએ તરછોડાય બાદ વૃદ્ધાઆશ્રમમાં નવો પરિવાર મળ્યો. પરંતુ આ પરિવાર પણ વિખેરાઇ જશે. ત્યારે તેઓ સરકારને પોતાનો આશરો છીનવાઈ નહીં તેવી આજીજી કરી રહ્યા છે.