બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'ભાઈ ગે છે' ખબર પડતાં જેઠે ઉઠાવ્યો લાભ, વહુ સાથે દુષ્કર્મ કરીને કહ્યું- બાળકો અપાવી દઈશ

ગાંધીનગરમાં નામોશી / 'ભાઈ ગે છે' ખબર પડતાં જેઠે ઉઠાવ્યો લાભ, વહુ સાથે દુષ્કર્મ કરીને કહ્યું- બાળકો અપાવી દઈશ

Last Updated: 09:29 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં એક પરિણીતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવીને સનસનીખેજ આરોપ લગાવ્યાં છે.

ગાંધીનગરમાં રહેતા એક યુવાને પોતાની સમલૈગિંકતા છુપાવીને લગ્ન કર્યાં અને પછી ઘેર આવેલી પત્ની પર જુલમ ગુજાર્યો આ દરમિયાન પોતાનો નાનો નાઈ ગે છે એવી ખબર પડી જતાં જેઠે પણ તકનો લાભ લીધો અને નાના ભાઈની વહુ સાથે છેડતી શરુ કરી અને એક વાર તો રેપનો પ્રયાસ કર્યો હતો અને નફફ્ટ થઈને બોલ્યો કે તને બાળકો અપાવવામાં મદદ કરીશ. આ આઘાતજનક ઘટના ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બની છે.

વોશિંગ મશીન વાપરવા નહોતા દેતા, પિયર મૂકી આવતાં

29 વર્ષીય મહિલાએ મંગળવારે ગાંધીનગર મહિલા પોલીસમાં તેના પતિ પર તેની સમલૈંગિકતા છુપાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી મહિલા તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેણે 5 ફેબ્રુઆરી, 2022ના રોજ કલોલના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે લગ્ન પછી તરત જ તેના પતિ અને સાસરિયાઓએ પૂરતું દહેજ ન લાવવા માટે તેને ટોણા મારવાનું શરૂ કર્યું હતું. સાસરાવાળા કદી પણ વોશિંગ મશીન પણ વાપરવાં દેતા નથી અને હું જાતે કપડાં ધોઉં એવુ કહેતા. જ્યારે પણ તે બીમાર પડતી ત્યારે તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવતી.

જેઠે કર્યો રેપનો પ્રયાસ

પરિણીતાએ એવો પણ આરોપ મૂક્યો કે પતિના ગે હોવાની ખબર જેઠને હતી તેથી તેમણે લાભ ઉઠાવ્યો અને વારંવાર છેડતી કરી હતી અને એવું પણ બોલ્યો કે તે બાળકો પેદા કરવામાં તેને મદદ કરશે.

પતિના વર્તન પર શંકા પડતાં ફૂટ્યો ભાંડો

પીડિતાએ કહ્યું કે મને એક દિવસ પતિના વર્તન પર શંકા પડતાં આખો ભેદ ખુલ્યો હતો. જ્યારે તેણીએ તેની સાથે આ વિષય પર વાતચીત કરી, ત્યારે તેણે તેના પર સ્ટીલની પાણીની બોટલ વડે હુમલો કર્યો. તેણે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આખરે તેણીને જાણવા મળ્યું કે તેના પતિ સાથે બહુવિધ સમલૈંગિક સંબંધો હતા. આથી ત્રાસથી કંટાળીને પીડિતાએ ગાંધીનગર મહિલા પોલીસમાં પતિ અને સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar latest news Gandhinagar crime Gandhinagar gay news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ