ઉજવણી /
CM રૂપાણીએ પાટનગરમાં ધ્વજ વંદન કર્યું, રાજ્યમાં કોરોનાના ટેસ્ટને લઇને કહી આ વાત
Team VTV10:43 AM, 15 Aug 20
| Updated: 11:10 AM, 15 Aug 20
આજે 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટનગરમાં તિરંગો ફરકાવ્યો. સીએમ રૂપાણીએ ધ્વજવંદન કરી સંબોધન કર્યું. કોરોનાને લઇને સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં 50,000 હજાર ટેસ્ટ કરી રહી છે.
ગાંધીનગરમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી
ગાંધીનગરમાં CM વિજય રૂપાણીએ તિરંગો ફરકાવ્યો
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટનગર ગાંધીનગર ખાતે તિરંગો ફરકાવ્યો. સ્વતંત્રતા દિવસ પર સીએમ રૂપાણી સંબોધનની શરૂઆતમાં કહ્યું કે સ્વરાજ્ય બાદ સુરાજ્ય આગળ વધ્યું છે. કોરોના મહામારી વચ્ચે આજે પરિસ્થિતિ અલગ છે. કોરોનાના કારણે ઉજવણી સાદાઇથી કરવામાં આવી રહી છે.
CM રુપાણીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું કે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. સરકારે લોકડાઉન સમયે ટેકાના ભાવે ખરીદી કરી છે. હાલમાં ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કામ કરી રહી છે. પાણી અને વીજળી માટે સુચારુ આયોજન કર્યું છે.
સરકારે 19 વર્ષમાં 1 લાખ 51 હજાર ચેકડેમો બનાવ્યાં છે. પાણીના વિકાસ સાથે ઉર્જાનો વિકાસ થઇ રહ્યો છે. વીજળી આપવા માટે દેશમાં ગુજરાત અગ્રેસર છે.
રાજ્યમાં રોજગાર માટે નવતર દિશા બની છે. 2019માં પ્રપોઝ ઇન્વેસ્ટમેન્ટમાં પણ વધારો થયો છે. આ સાથે કૃષિ, ઉદ્યોગ સહિતના પાયામાં શિક્ષણ છે. રાજ્યમાં સાત નવી મેડિકલ કોલેજો બની રહી છે. રાજ્યના 9 લાખ નમો ઇ-ટેબ્લેટ આપ્યાં છે.
રાજ્યના વંચિતોને સાંથણીની જમીન આપી છે. 60 લાખ પરિવારને મા અમૃતમ યોજનામાં આવરી લેવામાં આવ્યાં છે. 1530 ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય આપવામાં આવી. અધિકારીઓને નિયુક્ત કરીને ACBના માળખાને સુદ્રઢ કરાયું.
રાજ્યમાં કોરોનાને લઇને સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોનાના 50 હજાર ટેસ્ટ સરકાર કરી રહી છે. કોરોના સામે સ્વસ્થ થવાનો 78 ટકા રેટ થયો છે.