Gandhiji degree Jammu and Kashmir LG Manoj Sinha tongue slips
નવી ચર્ચા /
ગાંધીજીની ડિગ્રી લઈને બફાટ, જમ્મુ કાશ્મીરના LG મનોજ સિન્હાની જીભ લપસી, હાઈસ્કૂલ પાસ વાળું નિવેદન વાયરલ
Team VTV10:59 PM, 24 Mar 23
| Updated: 11:00 PM, 24 Mar 23
ગાંધીજીની ડિગ્રી મામલે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આપેલા નિવેદનને સોશિયલ મીડિયામાં નવી ચર્ચા પણ જાગી છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મહાત્મા ગાંધીજીની ડિગ્રી મામલે કર્યો દાવો
ગાંધીજીની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીની ડીગ્રી ન હતી
સોશિયલ મીડિયામાં નવી ચર્ચા પણ જાગી
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મહાત્મા ગાંધીજીની ડિગ્રી મામલે આપેલા નિવેદનને લઈ તેઓ ચર્ચામાં આવ્યા છે.મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે ગાંધીજીની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીની ડીગ્રી ન હતી. તેઓની અને ડિગ્રીને લઈને લોકોમાં માત્ર ભ્રમ જ ફેલાયો છે. તેઓની પાસે કોઈ ખાસ ડિગ્રી ન હતી. પરંતુ તે ભણેલા હોવાનું જણાવ્યું હતું.
#WATCH | J&K LG says, "...Misconception that Gandhi ji had a Law Degree. Did you know he didn't have a single University Degree? His only qualification was a High School Diploma. He qualified to practice Law but didn't have a Law Degree. He had no Degree but how educated he was." pic.twitter.com/2O3MkeZZhI
મનોજસિન્હાએ દાવો કર્યો કે...
મનોજ સિન્હાએ શહીદ દિન નિમિત્તે ગ્વાલિયરમાં આવેલ આઈટીએમ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન આ પ્રકારનું નિવેદન આપી દાવો કર્યો હતો. મનોજ સિન્હાએ દાવા સાથે એમ પણ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કાયદાની પ્રેક્ટિસ કરતા હતા અને તેઓ લાયક પણ હતા પરંતુ તેની પાસે લો અંગેની કોઈ પણ ડિગ્રી ન હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશ માટે ઘણું બધું યોગદાન આપ્યું પરંતુ તેની ડિગ્રી લઈને લોકોમાં હજુ પણ ગેરસમજ પ્રવતે છે.
ગાંધીજીએ સૌથી મોટા પડકાર સામે પણ સત્યનો સાથ ન છોડ્યો
વધુમાં તેઓએ કહ્યું કે મહાત્મા ગાંધીના જીવનમાં સત્ય સિવાય બીજું કશું જ ન હતું. તેઓએ જીવનના મુશ્કેલમાં મુશ્કેલ સમય અને સૌથી મોટા પડકાર સામે પણ સત્યનો સાથ છોડ્યો ન હતો તેઓ પોતાના અંતરઆત્માના અવાજને જ ઓળખતા હતા અને એના કારણે જ તેઓ રાષ્ટ્રપિતા બન્યા છે. આ નિવેદનને પગલે સોશિયલ મીડિયામાં નવી ચર્ચા પણ જાગી છે. ઘણા લોકોએ તેને વિરોધ કરી અને રિસર્ચ કરવાની સલાહ પણ આપી છે.