બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gandhiji dandiyatra in Gujarat PM modi

વારસો / ઈતિહાસની અટારીએથી : શું હતી એ દાંડી યાત્રા? જાણો અતથી ઈતી...

Gayatri

Last Updated: 09:46 AM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત, ગાંધીજી અને દાંડીયાત્રા. આ ત્રણનો સંગમ અને એ ઐતિહાસીક ઘટના વિશે ગુજરાતી તરીકે જાણવું જ જોઈએ.

શું હતી એ દાંડી યાત્રા?

 • મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં કરવામાં આવી હતી યાત્રા
 • મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરી યાત્રા
 • ગાંધીજી અને તેમના અનુયાયીઓ 25 દિવસ બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલે દાંડી પહોચ્યાં હતા
 • દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે
 • ગાંધીજીએ દાંડી પહોંચી ચપટી મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો 
 • મીઠાના સત્યાગ્રહને કારણે દેશમાં સ્વતંત્રતા સંગ્રામમાં એક નવો સંચાર થયો હતો
 • 12 માર્ચ 1930ના દિવસને આઝાદીની ચળવળની દિશા બદલી નાખનાર ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે
 • ગાંધીજીની દાંડી યાત્રાથી આખી અંગ્રેજ સન્તલત હચમચી ગઈ હતી
 • દાંડી યાત્રા દરમિયાન બાપુ કરાડી ગામે ઘાસ અને ખજૂરીનાં પાંદડાંની સાવ સાદી ઝૂંપડીમાં 22 દિવસ રોકાયા હતા
 • નવસારી પાસે હાંસાપોર ફાટકે અંગ્રેજોએ અડધી રાતે ટ્રેન રોકાવી હતી
 • ગાંધીજી દાંડી આવ્યા ત્યારે તેઓ વ્હોરા સમાજના 51મા ધર્મગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબના ઘરે રોકાયા હતા
 • ટાઈમ પત્રિકાએ 31 માર્ચના અંકમાં ગાંધીજીની તસ્વીર છાપી હતી
 • મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60 હજાર ભારતીયોને જેલમાં પુરાયા હતા

દાંડી બ્રિજથી PM દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરન ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યા છે, દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવશે અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે. 

આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે

પીએમ મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે જ્યાં ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાવાના છે. 

સાબરમતી ગાંધીઆશ્રમનો 57 એકરમાં વિકાસ કરાશે 

અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમનું સંપૂર્ણપણે નવીનિકરણ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે. આ ઉપરાંત અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે. 

હાલનો રસ્તો બંધ કરી વોક વે બનાવવામાં આવશે

આ સિવાય મોરારજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે અને સાથે જ ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhiji gujarat ગાંધીજી ગુજરાત દાંડીયાત્રા dandi yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ