બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 12 July 2024
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેર મુકેશ અંબાણીનાં નાના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં દેશ-વિદેશના દિગ્ગજ લોકો સામેલ થશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લગ્નમાં સામેલ નહીં થાય. જો કે, સોનિયા ગાંધીએ અંબાણી પરિવારને પોતાની તરફથી શુભેચ્છા પાઠવી છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીએ પોતે આમંત્રણ આપ્યું હતું
આ પહેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 4 જુલાઈ, 2024ના રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા 10 જનપથ પહોંચ્યા હતા. અહીં તેમણે અનંત અને રાધિકાના લગ્ન માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણી પોતે દીકરાના લગ્નમાં ખાસ મહેમાનોને આમંત્રણ આપવા ગયા હતા.
ADVERTISEMENT
ગત મહિને 26 જૂને મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી અને પોતાના દીકરાનું નિમંત્રણ આપ્યું હતું. ઘણા રાજકીય દિગ્ગજ અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થવાના છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે ગુરુવારે મુંબઈ આપી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
લગ્નમાં આવશે દુનિયાભરના દિગ્ગજ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગ 12 જુલાઈએ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિતિ વર્લ્ડ જિયો સેન્ટરમાં થશે. તેના પછી 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ- અનંત અંબાણીના લગ્ન પહેલાના આ કામે દિલ જીતી લીધા, લોકો 'ભરપેટ' કરી રહ્યા છે વખાણ
આ લગ્નમાં ઘણી કંપનીઓના ગ્લોબલ સીઈઓ પણ સામેલ થશે. દુનિયાની ટોપ કંપનીઓમાં સામેલ સઉદી અરામકોના સીઈઓ અમીન નાસર, એચએસબીસી ગ્રુપના ચેરમેર માર્ક ટકર, એડોબીના ભારતીય મૂળના સીઈઓ શાંતનું નારાયણ, માર્ગન સ્ટેનલીના એમડી માઈકલ ગ્રિમ્સ, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેનચ જે.લી, મુબાદલાના એમડી ખાલદૂન અલ મુબારક, બીપીના સીઈઓ મરે ઓચિનક્લોસ સહિત ઘણા દિગ્ગજ આ લગ્નમાં સામેલ થશે.
ADVERTISEMENT
અનંત-રાધિકાના લગ્નનું સેલિબ્રેશન અંબાણી પરિવારમાં 5 જુલાઈથી સંગીત સમારોહની સાથે શરૂ થઈ ગયું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર્સની સાથે જસ્ટિન બીબરે પણ પરફોર્મન્સ આપ્યું હતું. તે પછી 8 જુલાઈએ હલ્દી સેરિમની હતી અને 10 જુલાઈએ અંબાણીના નિવાસ એન્ટિલિયામાં શિવ-શક્તિની પૂજા હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.