બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ગેમ રમો અને પૈસા કમાઓ, ભારતમાં વિક્સી રહી છે ગેમિંગ ઈન્ડસ્ટ્રી, 2028 સુધીમાં અધધધ ડૉલર્સનું થઈ જશે ટર્ન ઓવર

કરોડોનો બિઝનેસ / ગેમ રમો અને પૈસા કમાઓ, ભારતમાં વિક્સી રહી છે ગેમિંગ ઈન્ડસ્ટ્રી, 2028 સુધીમાં અધધધ ડૉલર્સનું થઈ જશે ટર્ન ઓવર

Nidhi Panchal

Last Updated: 10:00 AM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની 21મી સદીમાં સમગ્ર વિશ્વ એક વર્ચ્યુઅલ વર્લ્ડ બની રહ્યું છે. એટલે કે મોટા ભાગનું કાર્ય આજે મોબાઇલ, ટેબ્લેટ તથા લેપટોપથી થઇ રહ્યું છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ લોકો પોતાનો મોટા ભાગનો સમય ગેજેટ્સ પર જ વીતાવતા હોય છે. એવામાં વીડિયો ગેમ્સ આજના યુગમાં સૌ કોઇનો એક ફેવરિટ સબ્જેક્ટ બની ગયો છે. પરંતુ તેને મોટા ભાગના લોકો નેગેટિવ રીતે લઇ રહ્યાં છે. જોકે તેનાથી અનેક યંગસ્ટર્સના કરિયર પણ સુધરી શકે છે, તે કઇ રીતે તો જોઇએ આજના આ આર્ટિકલમાં.

ઘણા ખરાં રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે વીડિયો ગેમ્સ (Addiction of Video Games) આપણા માટે હાનિકારક છે. બ્લૂ વ્હેલ જેવી ગેમ્સ માર્કેટમાં આવ્યા બાદ કેટલાંક વાલીઓ તો પોતાના બાળકોને ગેમથી દૂર રાખવા લાગ્યા છે. છતાંય આજના આ ટેક્નોલોજીના યુગમાં ભારતમાં છેલ્લા કેટલાંક વર્ષથી ગેમિંગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જેમાં અનેક યુવાનો પોતાનું કરિયર બનાવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ પણ થોડા સમય પહેલા ભારતના ટોચના કુલ 7 ગેમર્સ સાથે મુલાકાત લીધી હતી. જેમને મળીને PM મોદી પણ ખુશખુશાલ થઇ ગયા હતા.

Game-th..........jpg

SOGIના સ્થાપક પ્રેસિડેન્ટ અમૃત કિરણ સિંઘના જણાવ્યા અનુસાર, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગેમ રમવામાં આજે ભારત બીજા નંબર પર છે. કારણ કે દેશમાં 500 મિલિયન લોકો આજે ગેમ રમી રહ્યાં છે.આજે ઇન્ડિયાની 600થી 700 કંપની એવી છે જે પોતાની ગેમ્સ લોન્ચ કરે છે. એવામાં ગુજરાતની પણ ટોપ 10માં ગણતરી થાય છે. સાથે 2 લાખ લોકોને આ ક્ષેત્રમાં રોજગારી મળી છે, એટલે હવે ગેમિંગ ક્ષેત્ર પણ પોતાનું કરિયર બનાવવા માટે એક ઉત્તમમાં ઉત્તમ વિકલ્પ બની ગયો છે. જેનાથી લોકો સારી એવી કમાણી કરી રહ્યાં છે.

pub-g.jpg

લુમિકાઇ અને ગુગલ દ્વારા બહાર પાડવનામાં આવતા સ્ટેટ ઓફ ઇન્ડિયા ગેમિંગ રિપોર્ટ FY23 મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીએ અંદાજિત 3.1 અબજ ડોલરનું ટર્નઓવર કર્યું હતું, જે 20 ટકાના CAGR સાથે વધીને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 7.5 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. જોકે આટલું ઝડપી વિસ્તરણ હોવા છતાં SOGIના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે, ભારતમાં ઓનલાઇન ગેમિંગ સેગમેન્ટ વૈશ્વિક ગેમિંગ આવકમાં આશરે 1 ટકા હિસ્સાનું યોગદાન આપે છે. જ્યારે ચીનનું 25 ટકા અને યુએસનું 23 ટકા યોગદાન છે.

લુમિકાઇ અને ગુગલ દ્વારા સ્ટેટ ઓફ ઇન્ડિયાનો ગેમિંગ રિપોર્ટ

SOGIનો અભ્યાસ સૂચવે છે કે ભારતીય ગેમર્સનો 78 ટકા સમય તો માત્ર વિદેશી પ્લેટફોર્મ પર હોય છે, જેનાથી વિદેશી કંપનીઓ ભારતીય વપરાશમાંથી ઘણો ખરો નફો મેળવતી હોય છે. સવિશેષ કરીને અમદાવાદમાં વિદેશી પ્લેટફોર્મ કુલ ગેમપ્લેના 90 ટકાથી વધુ હિસ્સા સાથે બજાર ઉપર સૌથી વધારે પ્રભુત્વ ધરાવે છે. ઓનલાઇન ગેમિંગમાં સંપૂર્ણ ફેસ વેલ્યુ પર 28 ટકા GSTને કારણે યુઝર્સ ઓફશોર અને ગેરકાયદેસર ગેમ્બલિંગ પ્લેટફોર્મ તરફ આકર્ષાયા છે. આ કંપનીઓએ નો-GST પ્લેટફોર્મ તરીકે જાહેરાત થતા ઓક્ટોબર 2023માં ભારતીય યુઝર્સમાં 35 ટકાનો વધારો થયો છે. વાર્ષિક ધોરણે આ ગેરદાયદેસર પ્રવૃત્તિમાં 57 ટકાનો વધારો થયો છે, જે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ ડાયરેક્ટર-લેફ્ટનન્ટ જનરલ વિનોદ જી. ખંડારેના મત મૂજબ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ છે. SOGIના સ્થાપક પ્રેસિડેન્ટ અમૃત કિરણ સિંઘે જણાવ્યું હતું કે, ''ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં અપાર સંભાવનાઓ હોવા છતાં 28 ટકા GST નિયમન નફાકારકતા, રોકાણ અને નવીનતા પર નોંધપાત્ર અસર કરે છે. તે ઇન્ડસ્ટ્રીના વિકાસને અટકાવે છે, જેના કારણે ઓફશોર ગેરકાયદેસર ઓપરેટરોને પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત આર્થિક વિસ્તરણ અને રોજગાર સર્જનની તકો ચૂકી જવાય છે. વિકાસ અને વાજબી કરવેરાનું સમર્થન કરતા સંતુલિત અભિગમ માટે આપણે સરકાર સાથે સહયોગ કરવો જોઈએ. ઊંચા GSTને કારણે ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં મુશ્કેલી અનુભવે છે, જેનાથી ગેરકાયદેસર પ્લેટફોર્મ ભારતીય ખેલાડીઓને લલચાવે છે. જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચિંતાજનક છે.

PROMOTIONAL 9

ગેમિંગ અને ગેમ્બલીંગ વચ્ચેનો તફાવત

ગેમિંગ એટલે લોકો કમ્પ્યુટર કે મોબાઇલમાં ઓનલાઇન ગેમ રમતા હોય છે. જે ગેમ દેશમાં અને રાજ્યમાં કાયદેસર હોય છે. તેમજ તેમા કોઈ પણ રીતે નાણાંનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્તમાન સમયમાં ઈ-ગેમીંગને પણ અનેક એવોર્ડ આપવામાં આવે છે. તો બીજી બાજુ ગેમ્બલીંગ કે જેમાં રુપિયાનો કે અન્ય વસ્તુઓનો દાવ લગાવામાં આવે છે. ગેમ્બલીંગ માટે અલગ અલગ રાજ્યમાં જુદા-જુદા નિયમ હોય છે. જો આ નિયમ વિરુદ્ધ ગેમ રમવામાં આવે તો તેને ગુનાહિત પ્રવૃતિમાં સમાવેશ કરવામાં આવે છે.

pubg-game.jpg

અમૃત કિરણ સિંઘ વધુમાં જણાવે છે કે,''22 થી લઇને 32 વર્ષના લોકો સૌથી વધારે ગેમ્સ રમતા હોય છે. જો કે આ ગેમિંગના ક્ષેત્રમાં એવી અનેક ગેમ્સ છે જેનાથી તમારી સ્કિલ ડેવલોપ થઇ શકે છે. તેવી 5 મહત્વની ગેમ છે જે રમવાથી નાના બાળકોની સાથે મોટા લોકોની પણ સ્કિલ ડેવલોપ થાય છે. જેમ કે ચેસ જે એક બ્રેઇન વર્કઆઉટ છે. તે રમવાથી મગજની સૌથી વધારે કસરત થાય છે. સ્ક્રેબલ જે 15 આડી ઊભી ચોકડીઓના બનેલા ચોરસ પર બેથી ચાર ખેલાડીઓ આ ગેમ રમે છે. દરેક ચોકઠામાં એક અક્ષર હોય છે. સત્તાવાર ક્લબ અને ટૂર્નામેન્ટ ગેમમાં રમત હંમેશાં બે ખેલાડીઓ વચ્ચે રમાય છે. ત્રીજી મેમરી ગેમ્સ જેમાં અલગ અલગ પ્રકારના પઝલ આવે છે જે ઉકેલવાના હોય છે. આવી ઘણી ગેમ્સ ડેવલોપ થઇ રહી છે, જેનાથી સ્કિલ ડેવલોપ થઇ શકે છે.''

સ્કિલ ગેમ્સ

મોટી મોટી કંપનીઓ પણ ગેમિંગમાં કરી રહી છે પદાર્પણ

દુનિયાનાની એવી અનેક મોટી કંપની છે જે ગેમિંગ ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે ઓનલાઈન ક્રિકેટ ગેમિંગ સ્ટાર્ટઅપ હિટવિકેટમાં રોકાણકાર તરીકે જોડાયા છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ જેમાં ગેમિંગ ટુર્નામેન્ટનું ટેલિકાસ્ટ થાય છે. ઇન્ફોસિસ, TCS જેવી મોટી કંપનીએ પણ તેમાં રોકાણ કર્યું છે. ગેમિંગ ક્ષેત્રથી જોડાયેલા જયેશનું કહેવું છે કે, ''ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ પણ ગેમિંગ ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે, કારણ કે હવે લોકો આ ક્ષેત્રને જાણતા અને સમજતા થયા છે.'' જયેશ છેલ્લા 5 કરતા વધારે વર્ષથી ગેમિંગમાં પ્લેયર તરીકે કાઠું કાઢી રહ્યા છે.

મેટા ડ્રાફ્ટ નિયમો

સરકારે 2 જાન્યુઆરીના રોજ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. ડ્રાફ્ટ મુજબ, સરકારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે સ્વ-નિયમનકારી મિકેનિઝમ, ખેલાડીઓની ફરજિયાત ચકાસણી અને ભારતીય સરનામાંનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમો હેઠળ લાવવામાં આવશે. આ નિયમો વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અગાઉ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને સરકાર દ્વારા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી હતી. નવા ડ્રાફ્ટમાં, ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીએ નિયમો હેઠળ જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. જેમાં તેના યુઝર્સને ઓનલાઈન ગેમ હોસ્ટિંગ, અપલોડ, પ્રકાશન, ટ્રાન્સમિટ અને શેર ન કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ નિયમોમાં ગેમિંગ કંપનીઓ માટે વધારાની ડ્યુ ડિલિજન્સ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તેમાં ઑનલાઇન ગેમ માટે નોંધણી અને સ્વ-નિયમનકારી સંસ્થાઓને ડિપોઝિટના ઉપાડ અથવા રિફંડ, જીત અને ફીની વિગતો અને રમતોમાં ભાગ લેતી વ્યક્તિઓને અન્ય ફી વિશે જાણ કરવાનો સમાવેશ થાય છે. સ્વ-નિયમનકારી સંસ્થા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે રજીસ્ટર કરવામાં આવશે. તે ઓનલાઈન ગેમ્સની નોંધણી પણ કરી શકશે. આ સંસ્થા ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ફરિયાદોનું નિરાકરણ પણ કરશે.

વધુ વાંચો : ગુજ્જુની જ્ઞાન'વાડી' ! ચીકૂ-કેરીના બગીચામાં ખોલી લાઈબ્રેરી, મફત વાંચન સાથે ફ્રીમાં ચા-નાસ્તો, બીજું ઘણું

ભારતમાં ઓનલાઇન ગેમને મંજૂરી

ભારતમાં ઓનલાઈન ગેમ રમવાની મંજૂરી છે. જેમાં કોઈપણ પ્રકારનો જુગાર કે સટ્ટાબાજીનો સમાવેશ થતો નથી, તે ઓનલાઈન ગેમ્સ ભારતમાં રમી શકાય છે. જેમાં એવી ગેમ હોય છે જે રમવાથી બાળકોમાં કોઈપણ પ્રકારના વ્યસન થતું નથી અને ખેલાડીઓને નુકસાન થતું નથી. નવા નિયમો અનુસાર, SRO (Sub Registrar Office) એ યુઝર્સની સુરક્ષા અને ગેમિંગની લતને લઈને ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ પર નાણાકીય જોખમો અને છેતરપિંડી વિશે ચેતવણીઓ પ્રકાશિત કરવી પડશે. કઈ ગેમ પર કેટલા પૈસા ખર્ચી શકાય તેની મર્યાદા યુઝર દ્વારા નક્કી કરવામાં આવશે. આ નિયમનકારી માળખામાં ખર્ચની મર્યાદા સુધી પહોંચતા પહેલા વારંવારના ચેતવણી સંદેશ મોકલવાની જોગવાઈ છે. ઓનલાઈન ગેમ્સમાં વાસ્તવિક પૈસાનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં KYCના ધોરણોનું પણ પાલન કરવું પડશે. તેનો અર્થ એ કે યુઝર્સ અથવા ગેમર માટે KYC વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VideoGame gameing Game
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ