બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / રાજકોટ અગ્નિકાંડમાં નીકળી પહેલી અંતિમયાત્રા, દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ
Priyakant
Last Updated: 11:02 AM, 27 May 2024
Rajkot Game Zone Fire : રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિંકાંડમાં મામલે બે વ્યક્તિના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. વાત જાણ એમ છે કે, રાજકોટના TRP ગેમઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિધપુરાનું આ દુર્ઘટનામાં મોત થયું હતું. આ સાથે ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનું પણ મોત થયું હતું. જેને લઈ હવે DNA મેચ થયા બાદ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. આ તરફ બંને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
રાજકોટ TRP ગેમઝોનમાં નોકરી કરતા સુનિલ સિધપુરાનો મૃતદેહ પરિવારને સોંપાયો#GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati pic.twitter.com/4wVp9r07e3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2024
TRP ગેમઝોન અગ્નિંકાંડમાં મોતને ભેટેલા સુનિલભાઈ 15 દિવસ પહેલા ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આગમાંથી અન્ય લોકોને બચાવવા સુનિલભાઈ અંદર રહ્યા અને તેમનુ મૃત્યુ થયુ હતું. જે બાદમાં આજે તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવતા સુનિલભાઈના પરિવારમાં શોક લાગણી ફેલાઇ છે.
ADVERTISEMENT
રાજકોટ અગ્નિકાંડમાં લોકોને બચાવવા જતા સુનિલભાઈએ ગુમાવ્યો જીવ #GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati pic.twitter.com/NRDimHZgl6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2024
વધુ વાંચો : કાર્યવાહી / TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
આ સાથે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિંકાંડમાં મૃતકના સત્યપાલસિંહ જાડેજાના DNA મેચ થયા હતા. ગોંડલ ખરેડા ગામના સત્યપાલસિંહ જાડેજાનુ અગ્નિકાંડમાં મૃત્યુ બાદ હવે આજે વહેલી સવારે પરિવારએ અંતિમ સંસ્કાર કર્યા હતા. વિગતો મુજબ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય. આ તરફ નાના દીકરાના અવસાનથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.