બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'ગંભીર લાંબા સમય સુધી નહીં ટકી શકે..' વર્લ્ડ કપ વિનર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન, કારણ પણ ટાંક્યું
Last Updated: 08:46 PM, 4 August 2024
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે હાલમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. આ વચ્ચે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટરે ગંભીરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હાલમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. આ દરમિયાન ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટરે ગંભીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને T20 વર્લ્ડ કપ વિજેતા જોગીન્દર શર્માનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ લાંબો નહીં હોય. આ માટે તેણે મોટું કારણ પણ આપ્યું છે.
ADVERTISEMENT
શા માટે ગંભીર વિશે આવું કહ્યું?
2007ના વર્લ્ડ કપ વિનર જોગીન્દર શર્માએ પોડકાસ્ટ શોમાં કહ્યું, 'ગૌતમ ગંભીર ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ હું માનું છું કે ગૌતમ ગંભીર વધુ સમય સુધી ટકી શકશે નહીં. કારણ કે ગૌતમ ગંભીરના પોતાના કેટલાક નિર્ણયો છે. શક્ય છે કે કોઈ ખેલાડી સાથે મતભેદ થઇ જાય. હું વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો. ગૌતમ ગંભીરના નિર્ણયો ઘણીવાર એવા હોય છે જે બીજાને પસંદ નથી આવતા.
'ચાપસુલી કરનારો નથી..'
પૂર્વ ફાસ્ટ બોલરે આગળ કહ્યું, 'ગૌતમ ગંભીર સીધી વાત કરનાર વ્યક્તિ છે. તે કોઈની પાસે જવાનો નથી. ગૌતમ ગંભીર ખુશામત કરનારો વ્યક્તિ નથી. અમે જ તેને શ્રેય આપીએ છીએ. તેઓ તેમનું કામ કરે છે અને સાચા દિલથી કરે છે. તે ખૂબ પ્રામાણિકતા સાથે કરે છે. તમને જણાવી દઈએ કે મુખ્ય કોચ બન્યા બાદ તેઓ પોતાના પ્રથમ અસાઇનમેન્ટ પર છે, જ્યાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ટી20 સીરીઝ જીતી છે અને વનડે સીરીઝ ચાલી રહી છે.
વધું વાંચોઃ મિયાં મેજિક! મોહમ્મદ સિરાજની તોફાની બોલિંગ, વિકેટ ચટકાવતા જ જાહિર ખાન-પ્રવીણ કુમારની ક્લબમાં એન્ટ્રી
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે
ભારતે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે, જેમાં રોહિત સેના જીતવા માટે મેદાનમાં ઉતરવાની છે. તાજેતરમાં જ ભારતે રોહિતના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં હવે ટીમની નજર ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર છે, જેને ટીમ ઈન્ડિયા 2013થી કબજે કરી શકી નથી. ભારતે છેલ્લે 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને આ ICC ટૂર્નામેન્ટ જીતી હતી. ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે મોટી ભૂમિકા નિભાવવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.