મહારાષ્ટ્ર / હવે ઉદ્ધવ ઠાકરેએ ચીનને આપ્યો ઝટકો, આ 3 મોટા પ્રોજેક્ટ પર લગાવી રોક

galwan border tension maharashtra govt puts hold on 3 chinese companies project

લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 સૈનિકોની શહાદત બાદ ચીનની વિરુદ્ધમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેક્ટ પર હાલમાં રોક લગાવી છે. આ પ્રોજેક્ટની કિંમત આશરે 5 હજાર કરોડ રૂપિયાની છે. હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ