અમદાવાદમાં ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરૂદ્વ છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. મુઢીયા ગામની જમીન 47 કરોડમાં ખરીદવાના બહાને છેતરપિંડી કરાઇ છે. ફરિયાદીને 17.24 કરોડ ચૂકવી અને જાણ બહાર દસ્તાવેજો પર સહી કરાવી લીધી. અને દસ્તાવેજ બાદ ફરિયાદી પાસેથી 11.94 કરોડ પડાવી લીધાનો પણ આક્ષેપ કરાયો છે.
ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર સામે છેતરપિંડીની ફરીયાદ
જમીન ખરીદવાના બહાને છેતરપિંડી
ફરિયાદીએ બિલ્ડર સહિંત 3 સામે નોંધાવી ફરિયાદ
ફરિયાદીએ CM સામે ઇચ્છા મૃત્યુની કરી માગ
ફરિયાદીએ બિલ્ડર સહિત 3 સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદીએ સીએમ રૂપાણી સમક્ષ ઇચ્છા મૃત્યુની માગ પણ કરી છે.
શું છે આક્ષેપ
ગેલેક્ષી ગૃપ્રના બિલ્ડર દ્વારા મુઢીયા ગામની જમીન 47 કરોડમાં ખરીદવાની વાત કરી હતી પછી ફરીયાદીને રૂા. 17.24 કરોડ ચૂકવલીને જાણ બહાર જમીનના દસ્તાવેજોમાં સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં આ બાદ ફરિયાદી પાસેથી 11.94 કરોડ પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.