બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ધર્મ / Gajkesari Yoga is happening on March 22, Jupiter Moon conjunction in Pisces these three zodiac signs will benefit enormously

ધર્મ / 22 માર્ચે બની રહ્યો છે ગજકેસરી યોગ, મીન-રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ, આ ત્રણ રાશિને થશે છપ્પરફાડ લાભ

Manisha Jogi

Last Updated: 05:53 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહ અને નક્ષત્રના ગોચરથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. 22 માર્ચ 2023ના રોજ ગુરુ અને ચંદ્રમા મળીને ગજકેસરી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે.

  • 22 માર્ચ 2023ના રોજ ગજકેસરી રાજયોગનું નિર્માણ.
  • તમામ રાશિઓ પર અલગ અલગ અસર થશે. 
  • આ ત્રણ રાશિના જાતકોને થશે અઢળક લાભ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ગ્રહ અને નક્ષત્રના ગોચરથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે, જેની તમામ રાશિઓ પર અલગ અલગ અસર થાય છે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહનું ગોચર શુભ સાબિત થાય છે, તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થાય છે. 

22 માર્ચ 2023ના રોજ ગુરુ અને ચંદ્રમા મળીને ગજકેસરી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જેની તમામ રાશિઓ પર અસર થશે. આ ગજકેસરી યોગ કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. આખા વર્ષ દરમિયાન આ રાશિઓને લાભ થશે. ભોપાલના જ્યોતિષ તથા વાસ્તુ નિષ્ણાંત પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ આ અંગે વિગતવાર જાણકારી આપી છે. 

મિથુન

મિથુન રાશિના દસમાં ભાગમાં ચંદ્ર અને ગુરુની યુતિ સર્જાઈ રહી છે. આ દરમિયાન મિથુન રાશિના જાતકોને ઓફિસમાં અપાર સફળતા પ્રાપ્ત થશે, જેનાથી મિથુન રાશિના જાતકોને ખૂબ જ લાભ થવાની સંભાવના છે. નોકરિયાત વ્યક્તિઓને ઓફિસમાં માન અને સમ્માન પ્રાપ્ત થશે તથા તરક્કી પણ થશે. જો કોઈ વ્યક્તિ નોકરી મેળવવા માટે કોશિશ કરી રહી છે, હાલનો સમય ખૂબ જ ઉત્તમ છે. વેપારી વર્ગને નફો થવાનો યોગ બની રહ્યો છે. 

કન્યા

કન્યા રાશિના સાતમાં ભાગમાં ચંદ્રમા અને ગુરુની યુતિ બની રહી છે. ગુરુ ગ્રહને વિવાહ અને સંતાનનું પરિબળ માનવામાં આવે છે. ચંદ્રમાની સાથે યુતિ બનવાને કારણે તેની અસર પણ વધી જશે. કન્યા રાશિના જાતકોના વિવાહની ચર્ચા ચાલી રહી છે, આ દરમિયાન તેમના વિવાહ થવાનો યોગ બની રહ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કન્યા રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે, પત્ની સાથે સારો વ્યવહાર રહેશે અને ભાગીદારીના બિઝનેસમાં તરક્કી તથા નફો થશે. 

ધન

ધન રાશિના ચોથા ભાગમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ધન રાશિના જાતકોને જમીન, ઘર અને વાહન ખરીદવાના કાર્યોમાં નિશ્ચિત સફળતા મળશે. ધન રાશિના જાતકોના તેમની માતા સાથે સૌથી સારા સંબંધ રહેશે અને સુખ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. વાહન ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ સમય છે, આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકોએ પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ